સર્ચ એન્જિન ગૂગલ દ્વારા એક સર્ચ રિઝલ્ટની યાદી બહાર પાડવામાં આવી છે અને તેમાં યુવતીઓ એકાંતમાં મોબાઇલ પર શું સર્ચ કરે છે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. ભારતમાં 15 કરોડ ઈન્ટરનેટ યૂઝર્સ છે અને તેમાંથી 6 કરોડ મહિલાઓ છે. મહિલાઓ પોતાના રોજબરોજના જીવનને સરળ બનાવવા માટે ઈન્ટરનેટનો સહારો લે છે અને તેમાંથી 75 ટકા મહિલાઓ 15થી 34 વર્ષની વચ્ચેના એજગ્રૂપની છે. જીવનને લઈને મહિલાઓના અનેક સવાલ હોય છે અને તેઓ એકાંતમાં એના જ ઉત્તર મેળવવાનો પ્રયાસ કરે છે.
રિપોર્ટ અનુસાર મહિલાઓ બાળપણથી જ ખૂબ મહત્વકાંક્ષી હોય છે અને તેઓ કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર હોય છે એટલે તેઓ આ બાબતે જ સર્ચ કરતી હોય છે. જેમ કે એને ક્યાં ક્ષેત્રમાં કરિયર બનાવવું છે, એને માટે કયો કોર્સ કરવો પડશે, તેમાં કેટલો સ્કોપ છે વગેરે વગેરે…આ ઉપરાંત તેઓ ઓનલાઇન શૉપિંગ સાઇટ્સ પર જઈને લેટેસ્ટ ટ્રેન્ડ, કલેક્શન અને ઓફર્સ વિશે જાણવાનું પસંદ કરે છે. ફેશન, લેટેસ્ટ મહેંદી ડિઝાઈન, બ્યુટી ટ્રીટમેન્ટ અને ઘરેલું નુસખા વિશે પણ સર્ચ કરે છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મ્યુઝિક તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પણ મહીલાઓને સંગીત વધુ પસંદ છે અને તેઓ મોટેભાગે રોમેન્ટિક સોંગ સર્ચ કરે છે નેટ પર અને સાંભળે પણ છે. આ સિવાય ઈન્ટરનેટ પર રોમેન્ટિક શાયરી સર્ચ કરવામાં પણ મહિલાઓ મોખરે છે…
એકાંતમાં છોકરીઓ મોબાઇલ પર શું સર્ચ કરે છે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો!
RELATED ARTICLES