નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
આપણા શૅરબજારના પરિસરમાં લોકજીભે ચઢેલી ‘મેડોઝ સ્ટ્રીટ’નું નામ ભલે ગમે એ બદલાઈ ગયું હોય; પણ લોકો એને આજે પણ ‘મેડોઝ સ્ટ્રીટ’ તરીકે ઓળખે છે. આ મેડોઝ નામ મુંબઈમાં ૧૭૮૮-૮૯ના અરસામાં ગવર્નર તરીકે આવેલા બ્રિટિશ સેનાપતિ જનરલ સર વિલિયમ મેડોઝના નામ ઉપરથી આવ્યું છે.
ઈ.સ. ૧૭૮૯માં મુંબઈની વસતી લગભગ ૧ લાખ ૬૦ હજાર જેટલી થઈ ગઈ હતી અને ત્યારે મલબાર હિલ, બ્રીચ કેન્ડી એ જગ્યાઓ વૈભવશાળી જગ્યાઓ ગણાતી નહોતી. મુંબઈના ગવર્નર પરેલ ખાતે અને એપોલો સ્ટ્રીટ (કોટ વિસ્તાર) ખાતે રહેતા હતા. એમનો એટલે કે ગવર્નરનો પગાર મહિને દહાડે માત્ર રૂા. ૧૦ હજાર હતો. સર વિલિયમ મેડોઝ ૧૭૮૮ના આખરી દિવસોમાં મુંબઈના ગવર્નર તરીકે આવ્યા અને ૧૭૯૦માં મદ્રાસના ગવર્નર બન્યા. મુંબઈથી ઈ.સ. ૧૭૯૨માં તેઓ નિવૃત્ત થયા હતા. એમને નિવૃત્ત વખતે ૪૦ હજાર પાઉન્ડ મળ્યા હતા.
જનરલ મેડોઝ ગવર્નર તો બન્યા હતા; પરંતુ જિંદગીમાં સેનાપતિ જ રહ્યા હતા. જ્યારે શ્રીરંગપટ્ટનમ પર લોર્ડ કોર્નવોલિસ અને જનરલ મેડોઝે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે સલામી માટે જે તોપ ફોડવામાં આવી હતી તેની એટલી નજીક મેડોઝ ઊભા હતા કે તોપના ગોળે ઊડી જવાની સંભાવના હતી. લોર્ડ કોર્નવોલિસે આ જોયું હતું. એટલે બીજા દિવસે જનરલ મેડોઝ મળ્યા ત્યારે કટાક્ષમાં કહ્યું કે ગઈકાલે તોપની સલામી વખતે તમે ક્યાં હતા?
જનરલ મેડોઝે ગજવામાંથી પિસ્તોલ કાઢીને ધડાધડ ત્રણ કારતૂસો પોતાના શરીર ઉપર જ ચલાવી હતી, ત્યાર પછી એ કારતૂસો ઓપરેશન કરીને કાઢવામાં આવી હતી.
આવા સેનાપતિઓના કારણે જ સદીઓ સુધી ભારતમાં બ્રિટિશરાજ ટકી શક્યું હોય એમાં નવાઈ નથી.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીન્સ્ટોન ૧૮૧૯થી ૧૮૨૭ સુધી મુંબઈના ગવર્નર રહ્યા હતા. તેમને ખંડાલાનું રમ્ય સ્થળ અને ત્યાંનું ખુશનુમા વાતાવરણ ઘણું જ ગમતું હોવાથી ત્યાં એક બંગલો બંધાવ્યો હતો. આ બંગલા નજીક એક જળધોધ હતો અને ૧૨૦૦ ફૂટ ઊંચેથી નીચે પડતો હતો.
ડ્યુક ઓફ વેલિંગ્ટન મુંબઈમાં ૧૮૦૧ના માર્ચથી એપ્રિલ સુધી રહ્યા હતા. ત્યાર પછી ૧૮૦૪ના જુલાઈમાં પાછા મુંબઈ આવ્યા હતા. ત્યારે મલબાર હિલ પર એક કોટેજમાં ડ્યુક ઓફ વેલિંગ્ટન રહ્યા હતા. મુંબઈમાં છોકરીઓ માટે પહેલીવહેલી અંગ્રેજી સ્કૂલ-એલેક્ઝાન્ડ્રા સ્કૂલ – સ્થાપનાર શ્રી માણેકજી ખરશેદજી એમના સારા મિત્ર હતા. શ્રી માણેકજી ખરશેદજીએ મિત્રતાની નિશાની તરીકે ડ્યુકનો એક વાળ સોનાના લોકેટમાં સંઘરી રાખ્યો હતો. શ્રી માણેકજી ૧૮૮૭ના ડિસેમ્બરમાં ૮૧ વર્ષની મોટી વયે મરણ પામ્યા હતા.
જ્યારે ૧૮૦૨માં આર્થર વેલ્સલીએ મુંબઈમાં પેશ્ર્વા સાથે વસઈની સંધિ કરી હતી ત્યારે એક મર્દ મરાઠીની જેમ હોલ્કર ભરી સભામાં ઊભા થયા હતા અને કહ્યું કે ‘તમે મારી પાઘડી લઈ લીધી છે.’ હોલ્કર એક શક્તિશાળી સેનાપતિ પણ હતા. એમનું લશ્કર તોપગાડીઓ સાથે દિવસમાં લગભગ સાડાતેર માઈલની મજલ કાપી શકતું હતું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચેરમેન જોસીવાહ ચાઈલ્ડના ભાઈ સર જોન ચાઈલ્ડ મુંબઈના ગવર્નર બન્યા હતા અને એમના ઉપર હોર્નિમન સર્કલ ગાર્ડન સામે આવેલા કેથેડ્રલના ફંડમાં ગોટાળા કરવાનો આરોપ મુકાયો હતો. સર જોન ચાઈલ્ડ ઈ. સ. ૧૭૬૦માં મરણ પામ્યા હતા અને કુપરેજ પરિસરમાં એમને દફનાવવામાં આવ્યા હતા; પરંતુ એમની કબરનો પત્તો મળી શક્યો નથી. વાસ્તવિકતા એ છે કે સર જોન