ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, વોટ્સએપ સૌથી પહેલા આઈફોન પર પ્લે થયું હતું. ઈનસ્ટોલ થયા બાદ લિમિટેડ ફિચર્સ સાથે એવી દુનિયા ઉઘાડી કે હવે, એના વગર હાલે એમ નથી
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ટેકનોલોજીની દુનિયામાં થતા સૂર્યોદયથી સીધો ફાયદો લાખો-કરોડો લોકોને થઈ રહ્યો છે. જાયન્ટ ટેક કંપનીઓ એક તરફ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. બીજી તરફ મેટાના સ્વામીત્વ વાળી કંપનીએ એટલા બધા ફીચર્સ આપી દીધા છે, ન પૂછો વાત.
અમેરિકાથી ઑપરેટ થતી કંપનીના દુનિયાભરમાં યુઝર્સ છે. વર્ષ ૨૦૦૯માં આવેલી મેસેજિંગ એપ્લિકેશનનો હેતુ મલ્ટિમીડિયા શેરિંગનો હતો. પણ સમયની જરૂરિયાતે મેસેજિંગ એપ્સમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં મેસેજ, પછી વોઈસ મેસેજ, પછી ઈમોજી, કોન્ટેક્સ અને જે તે ફોર્મેટનું ફાઈલ શેરિંગ, મેપિંગ પ્લસ લાઈવ લોકેશન અંતે યુપીઆઈ અટેચમેન્ટ આપીને એક જ એપ્લિકેશનમાં
તમામ વસ્તુઓ આપી દીધી. પણ બધાની એક મર્યાદા હતી જેને લઈને કંપની સામે ઘણી વખત પ્રશ્ર્નો થતા.
કોઈ શબ્દોની મર્યાદા વગર ઈનફાઈનાઈટ સુધી થ્રેડ મેસેજિંગ આપીને કંપનીએ પોતાના યુઝર્સને જાળવી રાખ્યા. એક બાજું ટેક કંપનીઓને પોતાના કર્મચારીઓને લઈને અંદરથી ફફડાટ છે. એવામાં આ કંપની કોઈ જ પ્રકારના કર્મચારીની છટણીની જંજાળમાં પડ્યા વગર આ કંપની નવી નવી અપડેટ્સ આપી રહી છે.
આ અપડેટ્સ ભલે કંપનીને પરસેવો લાવી દે પણ રેવન્યૂ સોર્સમાં આ ટેક કંપનીએ તિજોરી છલકાવી દીધી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. વર્ષ ૨૦૧૪ અને ફેબ્રુઆરી મહિનો. ટેકનોલોજીની દુનિયા માટે એક અસાધારણ દિવસ. જ્યારે ફેસબુક વોટ્સએપ ખરીદી લીધું.
એ સમયે જોક વહેતી થઈ હતી કે, આટલો ખર્ચો થોડો કરાય, પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાય. પણ બિઝનેસ ડીલ પર કેવી રીતે થઈ, ડિનર માટે ગયેલા માલિકે સોદો પાડી દીધો. એ પછી તો જીફ અને મિમ્સનો એવો પ્લગ વોટ્સએપમાં લાગ્યો કે, વર્ચ્યુઅલ વર્લ્ડમાં એનિમેશનની એન્ટ્રી થઈ ગઈ. જેમ કે, અત્યારે કોઈને પણ હાર્ટનું એક સિંગલ ઈમોજી સેન્ડ કરો એટલે તે ઓટોમેટિક ધબકવા લાગે. ઈટ્સ મેજિક.
યાહુ નામની મસ્તીની સાઈટમાં કામ કરતા બે સામાન્ય કર્મચારી બ્રિયોન એક્ટોન અને જેન કૌમે આ એપ્લિકેશનનું સર્જન કર્યું. બે ભેજા એ દુનિયાને ગાંડી કરી દીધી. એ સમયે આ બન્ને ટેકનોક્રેટનો લક્ષ્યાંક પોતાની એપ્લિકેશન એપ સ્ટોરમાં પહેલા ક્રમે આવે એ જ હતો. એ પણ આઈફોન થકી.
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, વોટ્સએપ સૌથી પહેલા આઈફોન પર પ્લે થયું હતું. ઈનસ્ટોલ થયા બાદ લિમિટેડ ફિચર્સ સાથે એવી દુનિયા ઉઘાડી કે હવે, એના વગર હાલે એમ નથી.
લાખો લોકોની તો મોર્નિંગ જ વોટ્સએપથી થાય છે. ઊઠીને પહેલા વોટ્સએપ ચેક થાય. મસ્ત ગુડ મોર્નિંગના મેસેજ આવે અને સરસ સરસ શરૂઆત વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી થાય. હવે લેટેસ્ટ અપડેટ એવી છે કે, વોટ્સએપે નવા અપડેટ સાથે અવતાર સ્ટિકર્સ પણ રજૂ કર્યા છે.
હવે કોઈ ડિઝાઈન કરેલા અવતારને એડિટ કરવા માટે ૩૬ પ્રકારના સ્ટિકરો મળી રહેશે. આ સિવાય વોટ્સએપ અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, તેના રિલીઝ થયા બાદ ઓરિજિનલ ક્વોલિટીમાં ફોટા મોકલી શકાશે. એટલે પહેલા એવી ફરિયાદ હતી કે, વોટ્સએપમાં ફોટો નાખો એટલે એની ક્લિયારિટી મરી જાય છે. પણ હવે એવું નહીં થાય. નવા અપડેટ બાદ હવે તમે ઠવફતિંઆા પર એકસાથે ૧૦૦ મીડિયા ફાઇલો મોકલી શકશો. પહેલા એક સમયે માત્ર ૩૦ ફાઇલો જ મોકલી શકાતી હતી.
નવી અપડેટ્સમાં જો તમે કોઈ ડોક્યુમેન્ટ શેર કરો છો, તો તમે કેપ્શન પણ લખી શકશો. પહેલા માત્ર કેપ્શનનો વિકલ્પ ફોટો અને વીડિયો સાથે આવતો હતો. પહેલા નાના કેપ્શનનો વિકલ્પ હતો, પરંતુ હવે મીડિયા ફાઇલની સાથે મોટા કેપ્શન પણ લખી શકાય છે.
કેપ્શનમાં, શેર કરવાની ફાઇલ વિશે સંપૂર્ણ માહિતી આપી શકશો. આ સિવાય પહેલા જે તે ગ્રુપની બ્રિફ માટે ૨૫ કેરેટર્સની મર્યાદા હતી. હવે એ લિમિટ ૧૦૦ કેરેટર્સ સુધીની કરી દીધી છે. એક્સ્ટ્રા સ્પેસ પણ મળી રહેશે. આ સિવાય ગ્રુપના મેમ્બર્સ પણ વધારી દેવાયા છે. પણ આ બધા વચ્ચે એંધાણ એવા પણ દેખાઈ રહ્યા છે કે, કંપની એક અસાધારણ ફીચર્સ લાવી રહી છે. હવે આ શું છે એ મામલે તમામ પાસાઓ પર સસ્પેન્સ છે. એક મેસેજિંગ એપ્લિકેશને દરેક વ્યક્તિની ડે ટુ ડે લાઈફમાં એટલો મોટો ફેરફાર કર્યો છે કે, એના પર લખવા બેસીએ તો પીએચડી જેવડી થેસીસ બની જાય.
જોકે, વોઈટનોટનું એલાન કર્યા બાદ કંપની હવે આ ફીચરને સ્ટેટસ સુધી ક્યારે ખોલશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.
એક એપ્લિકેશન આમ તો આપણા સૌ માટે ફ્રી છે પણ કરોડોની કમાણી કરી રહી છે.
જ્યારે વીડિયો કોલ ઈન્ટ્રોડ્યૂસ થયું એ સમયે ટેકનોલોજીનો રોમાંચ હતો. ટેલિગ્રામે પણ ઘણા ખરા અંશે આના કોન્સેપ્ટ ફોલો કર્યા. પણ સફળતા વોટ્સએપને વધારે મળી. પણ વોટ્સએપની લિમિટ એ છે કે, એ કોઈ રીતે ક્લાઉડ ક્નેક્ટ નથી. જ્યાર ટેલિગ્રામમાં ગમે તે ડાઉનલોડ કરો, ફોનમાં સેવ થાય તો ડિલિટ કરવાની માથાકૂટને? જ્યારે વોટ્સએપ ફોનની મેમરી ખાય જાય છે. પણ એ બધું પોસાય પણ હવે વોટ્સએપ વગર ના ચાલે. હવે નવી અપડેટમાં કંપની કયો મોટો ધડાકો કરે છે એ જોવાનું છે. એમાં સફળ જશે કે નહીં એની કોઈ ગેરેન્ટી નથી. પણ આ એપ્લિકેશનમાં ગમે તે આવે યુઝર્સ ઝડપથી યુઝ ટુ થઈ જશે.
કારણ કે, મોટી સંખ્યામાં યુઝર્સ ડિપેન્ડ થઈ ગયા છે. એપ્લિકેશનને વેબમાં રન કરી શકાય છે એ સરળતાએ ફોનની પાચનશક્તિમાં થોડી રાહત ઊભી કરી છે. પણ કઠણાઈ એ છે કે, સતત વાગતી ગ્રુપ નોટિફિકેશનની ઘંટડીએ ક્યાંક ફોક્સ કરવા નથી દીધું. આ તો ઉનાળામાં નવા ખરીદેલા ફ્રીજ જેવું બની રહ્યું છે. અંદર ભલે કંઈ ન હોય પણ થોડી થોડી વારે એને ખોલીને જોવું પડે…. હા.. હા.. હા…વેલ, વોટ્સએપના વોલ્યુમ પર એક ઉડતી નજર કરીએ તો જ્યારેથી બિઝનેસ વોટ્સએપ આવ્યું એ પછી ઘણા વેપારીઓને મોજ આવી ગઈ. આખું વર્ઝન કસ્ટમાઈઝડ થઈ જાય બોલો. હવે આમાં કોઈ નવી વાત તો નથી. પણ થોડું એ વિચારો કે આ ફ્રી એપ્લિકેશન પેઈડ થઈ જાય તો?
આઉટ ઓફ ધ બોક્સ
ટેકનોલોજીનો રોમાંચ ફીલ કરો એમાં વાંધો નથી, પણ લાગણીમાં સ્પર્શ પણ જરૂરી છે એ ભૂલતા નહીં. દરરોજ વોટ્સએપમાં ઘણું પીરસાય છે. ૫૬ ભોગ અને અન્નકૂટ પણ ટૂંકા પડે. પણ કેટલું ખાવું અને શું પચાવવું એમાં સમજદારી છે. કારણ કે, લિમિટથી વધારે કેરીનો રસ પણ મુશ્કેલી
ઊભી કરે.