Homeદેશ વિદેશવોટ્સએપ લાવ્યું છે આ નવું ફીચર, તમે વાંચ્યું કે નહીં?

વોટ્સએપ લાવ્યું છે આ નવું ફીચર, તમે વાંચ્યું કે નહીં?

શું તમે પણ વારંવાર WhatsApp પર ટાઇપિંગ એરર કે સ્પેલિંગ મિસ્ટેકને કારણે ખોટો મેસેજ મોકલીને પછી “ડીલીટ ફોર એવરીવન” કરીને નવો કરેક્ટેડ મેસેજ પાછો મોકલો છો? જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે વોટ્સએપે તમારી આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે અને એ માટે એક એડિટનો નવો ફીચર રજૂ કર્યું છે. આ ફીચર હેઠળ હવે સેન્ડર્સ મોકલેલા મેસેજને ડિલિટ કર્યા વગર જ એડિટ કરી શકશે. આ નવા ફીચરની ખાસ વાત તો એ છે કે આ નવું ફીચર iOS અને Android બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

આ ફીચર હેઠળ તમે વોટ્સએપ પર મોકલેલા મેસેજને તમે ગમે એટલી વાર એડિટ કરી શકો છો, પરંતુ પ્લેટફોર્મ દ્વારા એ માટે 15 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે ફક્ત 15 મિનિટમાં સંદેશને એડિટ કરી શકશો. 15 મિનિટ પછી, આ ઓપ્શન તમને દેખાય. અહીં તમારી જાણ માટે કે આ એડિટેડ મેસેજ મેળવવા માટે તમારા રીસીવરે પણ તેનું વોટ્સએપ અપડેટ કરવું પડશે. હાલમાં આ ફીચર iOS અને Android બંને માટે ઉપલબ્ધ છે. વેબ અને ડેસ્કટોપ એપને લઈને આ માટેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

જો તમે પણ વોટ્સએપના આ નવા ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો સૌથી પહેલાં તો તમારું WhatsApp અપડેટ કરી લો અને ચોકસાઈ કરી લો કે તમે નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યાં છો. તમે Google Play Store અથવા Apple App Store પરથી તમારી એપ્લિકેશનને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શકો છો.

હવે મેસેજ એડિટ ફીચરનો ઉપયોગ કરવા માટે, અહીં જણાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો-

  • તમે એડિટ કરવા માંગો છો એ મેસેજને પસંદ કરવા માટે તેને લોન્ગ પ્રેસ કરીને દબાવીને રાખો.
  • મેસેજ કોન્ટેસ્ટ મેનૂ (iOS) અથવા સ્ક્રીનના ઉપરના જમણી બાજુએ થ્રી-ડોટવાળા મેનૂ (Android) પર ક્લિક કરીને મેસેજ એડિટ પર ક્લિક કરો.
  • હવે ટેક્સ્ટ ફીલ્ડમાં તમારો નવો મેસેજ ટાઈપ કરો.
  • તમારા એડિટેડ મેસેજને સાચવવા માટે, ટેક્સ્ટ બોક્સની બાજુમાં ગ્રીન ચેક માર્ક બટન પર ટેપ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -