બંને મુંબઈમાં સાથે જોવા મળ્યા
અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં આમ આદમી પાર્ટીના સભ્ય અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી. પરિણીતી અને રાઘવ ગુરુવારે બપોરે મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા હતા અને શટરબગ્સ માટે પોઝ આપ્યા પછી તરત જ, બંનેના ફોટા અને વીડિઓઝ ઑનલાઇન વાઇરલ થવા લાગ્યા હતા. પરિણીતી અને રાઘવ, કેઝ્યુઅલ પોશાકમાં હતા. તેઓ મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર પગ મૂકતા અને એક જ કારમાં સવાર થતા જોવા મળ્યા હતા. રાઘવ બ્લુ ડેનિમ સાથે જોડાયેલ કેઝ્યુઅલ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો, તે દરમિયાન, પરિણીતી ઓલ-બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે.
ટ્વિટર પર ચાહકો દ્વારા શેર કરાયેલ વિડિઓ પર એક નજર નાખો:
Raghav Chadha & Parineeti Chopra – Kuch Toh hua hai, Kuch Ho raha hai 🤭#RaghavChadha #parineetichopra pic.twitter.com/L0K6a9m1mE
— Rosy (@rose_k01) March 23, 2023
પરિણીતી ચોપરા વિશે:
પરિણીતી ચોપરા છેલ્લે 2022ની ફિલ્મ ઉંચાઈમાં જોવા મળી હતી, જેમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની ડેન્ઝોંગપા અને નીના ગુપ્તા પણ હતા. તે આ જ વર્ષે ફિલ્મ કોડ નેમઃ તિરંગામાં પણ જોવા મળી હતી. પરિણીતી ટૂંક સમયમાં ઇમ્તિયાઝ અલીની ચમકીલામાં જોવા મળશે, જેમાં દિલજીત દોસાંઝ પણ છે. કથિત રીતે આ ફિલ્મ બે લોકપ્રિય પંજાબી ગાયકો – અમરજોત કૌર અને અમર સિંહ ચમકીલા પર આધારિત છે. પરિણીતી અમરજોતની ભૂમિકા નિભાવી રહી હોવાનું કહેવાય છે, જ્યારે દિલજીત ચમકીલા તરીકે જોવા મળશે. ચમકીલા સિવાય, પરિણીતી તેના કેસરી કો-સ્ટાર અક્ષય કુમાર સાથે પણ નવા પ્રોજેક્ટમાં કામ કરશે. પરિણીતી અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ સાથે પણ સંકળાયેલી હતી, જેમાં રણબીર અને અનિલ કપૂર અભિનિત હતા. જો કે, અભિનેતાએ તેણે અકળ કારણોસર ફિલ્મ છોડી દીધી હતી. તેના સ્થાને હવે આ ફિલ્મમાં રશ્મિકા મંદન્નાને લેવામાં આવી છે.
રાઘવ ચઢ્ઢા વિશે:
રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. રાઘવ પંજાબથી રાજ્યસભામાં સાંસદ પણ છે. તેઓ સંસદના સૌથી યુવા સભ્ય છે. 34 વર્ષીય રાઘવ અગાઉ દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય હતા.