શેરબજારમાં સતત છઠા દિવસે આગેકૂચ, આગળ શું જણાય છે?

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: કેટલાક નકારાત્મક પરિબળોની હાજરી છતાં ભારે રસાકસીમાંથી પસાર થઇને શેરબજાર સતત છઠા સત્રમાં આગેકૂચ જાળવવામાં સફળ રહ્યું છે. એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦ની નીચે સરકી જવા છતાં અંતે સેન્સેક્સ ૨૧૪ પોઇન્ટના સુધારા સાથે ૫૮,૩૫૧ની અને નિફ્ટી ૪૩ પોઇન્ટની વૃદ્ધિ સાથે ૧૭,૩૮૮ની સપાટીએ પહોંચ્યો છે.
આ તરફ અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા ઉપરાંત સ્થાનિક સ્તરે મેક્રો ઇકોનોમિક્સ ડેટા પણ નેગેટીવ રહ્યાં છે, ત્યારે રોકાણકારોનો સવાલ એ છે કે આ તેજી ક્યાં સુધી ટકશે?
આ સંદર્ભૈે ટેક્નિકલ નિષ્ણાતો જણાવે છે કે પાછલા સત્રમાં નિફ્ટીએ ઇનડિસિસિવ પેટર્ન બનાવી હતી અને આ સત્રમાં બુલીશ કેન્ડલની રચના કરી છે. એકંદર સાર એવો જણાય છે કે નિફ્ટીએ આગેકૂચ માટે ૧૭,૫૦૦ની સપાટી વટાવવી અનિવાર્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.