ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા શું કરું?

લાડકી

કેતકી જાની

સવાલ : હું મારી સ્કિનનાં પ્રોબ્લેમ્સથી કંટાળી ગઇ છું. જોબ ટાઇપ એવો છે કે મારે કમ્પલસરી મેકઅપ કરવો જ પડે છે અને વર્ષો બાદ હવે મારી સ્કિન જાણે એકદમ પતલી થઇ ગઇ છે, તેવું લાગે છે. ઉપરાંત મારી આંખો ખૂબ નાની છે. કેવા મેકઅપથી તે મોટી લાગે? મારી સ્કિનનાં ઑવરઑલ ગ્લો માટે પ્લીઝ કંઇ ઉપાય બતાવો. આ ઉપરાંત વૅક્સિગં કર્યા બાદ હવે ખૂબ બળે છે, પહેલાં આવું નહોતું થતું, શું કરવું?
જવાબ : બહેન પછી વાત એ કે તમારી ઉંમર જણાવી નથી તમે, ખૈર જો તમે ચાળીસથી ઉપરના હોવ તો હોર્મોનલ અસંતુલનના દોરથી ગુજરી રહ્યાં હશો. પણ અહીં હવે હું જનરલ ચર્ચા કરું છું. તમે તમારી મેળે એ જ એપ્રોપ્રિયેટ અંદાજ કાઢી ઘટતું કરજો. હાર્મોનલ અસંતુલન હોય કે સામાન્ય હોય તમારે એક વાત મગજમાં ફિક્સ રાખવી કે મેકઅપ અનિવાર્ય હોય તેવા જોબ પ્રોફાઇલમાં પણ માનવતાને ધોરણે કોઇ એક વ્યક્તિની રોજિંદી જિંદગી જો ડિસ્ટર્બ થતી હોય તો મેકઅપથી મુક્તિ મળતી હોવી જોઇએ. કમ સે કમ નહીંવત મેકઅપ દ્વારા ચાલે તેવું પણ કદાચ થઇ જ શકે ને? વહેલામાં વહેલી તકે તમારાં સંબંધિત ઑફિસર સમક્ષ તમે રૂબરૂ મળી તમારી સમસ્યા સમજાવો, ચોક્કસ મદદ મળશે. મેકઅપ તમને, તમારી ત્વચાને અનુકૂળ નથી આવતો તેવું સ્પષ્ટ થાય છે તમારા પ્રશ્ર્નથી. શકય તેટલો ઝડપથી તેનાથી છૂટકારો અથવા નહીવત ઉપયોગ જે ફાવે તે કરો. હવે વાત વૅક્સિંગની, વૅક્સિગં નિયમિત કરવાને બદલે તે પણ થોડા વધુ ગેપ બાદ કરવું. શું ફરક પડશે થોડા ઘણાં વાળ દેખાશે તો? આ ઉપરાંત જ્યારે વૅક્સિગં થઇ જાય કે તરત જ બરફ લગાવો, તેથી જલન ઓછી થશે. પિરીયડ આવવાનો હોય તેનાથી બે-ત્રણ દિવસ પહેલાં અને પિરીયડ સમયે ક્યારેય વૅક્સિગં ના કરાવવું. આ સમય દરમિયાન ત્વચા વધુ સેન્સિટીવ થઇ જતી હોય છે, તેને કારણે વૅક્સિગં બાદ જલન વધુ થાય તેવું બને છે. હવે આંખો મોટી લાગે તે માટે શું કરવું, તે વિશે એમ કહીશ કે-કાળી / બ્લેકની જગ્યાએ સફેદ/વ્હાઇટ કલરની આઈ પેન્સિલ વાપરો. આઇ લાઇનર શક્ય તેટલું પાતળી રેખામાં લગાવવું અને પછી મસ્કરા લગાવો-આઇ શેડો હંમેશાં લાઇટ ક્લરમાં પસંદ કરો. મેકઅપમાં બ્રાઇટ ક્લરની લિપસ્ટિક વાપરવાથી આંખોને ઓછી હાઇલાઇટ મળે છે, તે વાતનું હંમેશા ધ્યાન રાખવું. હવે જોઇએ તમારી ત્વચા માટ તમે શું કરી શકો તે વિશે. પ્રશ્ર્ન પરથી એટલો અંદાજ લગાવી શકું છું કે હકીકતે આપે જ કહ્યું છે કે ત્વચા પતલી થઇ ગઇ છે, તે પતલી નહીં પરંતુ રોજેરોજ મેકઅપ વાપરવાને કારણે બેહદ સેન્સિટીવ બની ગઇ છે. તેવું કહેવું યોગ્ય છે. હવે સ્કિનના ઑવરગ્લો માટે પહેલા જ આગળ કહ્યું તેમ મેકઅપનો નહીંવત શક્ય તેટલો ઓછો ઉપયોગ રોજના ડાયેટમાં ભરપૂર પાણી, નારિયેળ પાણી, સીઝનલ ફ્રૂટસ મસ્ટ / અનિવાર્ય રીતે સામેલ થવા જોઇએ. નહાવા બાદ ચહેરા પર પાણી જાતે સૂકાવા દેવું, ટુવાલથી ઘસીને સાફ ના કરવું. મેકઅપ માટે જે પ્રોડક્ટ વાપરો છો તે ખાસ કરીને સારી કંપનીની લેવી-તડકામાં ફરવું પડે તો હંમેશાં ચહેરો ઢાંકી લેવો, છત્રી વાપરી અને આંખો સનગ્લાસથી કવર કરવી. સ્કિન ટાઇપ અનુસાર અનુકૂળ મેકઅપ કીટ જ વાપરવી. ખાસ ધ્યાનાહે વાત રોજ મેકઅપ રીમુવ કરીને જ સુઓ છો ને? ક્યારેય આળસમાં મેકઅપ યથાવત્ રહેવા દઇ સૂઇ જવાની આદત હોય તો સત્વરે બદલી નાંખજો. રોજ મેકઅપ રીમુવરથી મેકઅપ લૂછો તે બાદ કોપરેલ તેલ મોં ઉપર લગાવી કરી ચહેરો સાફ કરવો, તે બાદ વિટામિન ‘ઇ’ની કેપ્સૂલ તોડી તેનું તેલ મોં ઉપર લગાવીને જ સૂઇ જવું. આંખોની આસપાસ બેલી ઑઇલથી મસાજ કરવો. મેકઅપ રીમુવર આલ્કોહોલ ફ્રી હોવું જરૂરી. સૂતા પહેલા શક્ય હોય તો મેકઅપ રીમુવ કર્યા બાદ અઠવાડિયામાં એકવાર ચોખ્ખા ઘીથી ચહેરા પર મસાજ કરવો. દર વખતની જેમ અંતે એટલું જ કે સુંદર દેખાવ માટે મેકઅપ કરવા કરતાં મનથી તમે જેવા છો સુંદર જ છો તેવા પોઝિટિવ વિચારોનો મેકઅપ મનને કરો તો બનાવટી મેકઅપથી બચશો, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.