ચોમાસામાં બીમાર ન પડાય એ માટે શું કરવું?

લાડકી

ઉલઝનની આરપાર – કેતકી જાની

સવાલ – દર વર્ષે ચોમાસામાં અમારા ઘરમાં એક પછી એક બધા જ સદસ્યો અચાનક બીમાર થાય જ થાય. નાનાં બાળકોથી માંડી મોટા વયોવૃદ્ધ ઘરના તમામ સદસ્યોથી માંડી હું બીમાર થઈએ ત્યારે ખરેખર મને ખૂબ ચિતાં થાય છે શું કોઈ સાવચેતીનાં પગલાં લઈ શકાય જેથી ઘરમાં કોઈ બીમાર ન થાય?
જવાબ – વરસતો અનરાધાર કે ઝરમર વરસાદ ભલે કવિઓના દિલને બહેકાવતો હોય પણ આમ જોવા જઈએ તો આ સીઝન તમારા ઘરના સભ્યોની જેમ જ અનેક લોકોની તબિયત ખરાબ કરનારી છે, તેમાં કોઈ બેમત નથી. સૂર્યકિરણોની ગેરહાજરીમાં ભેજવાળુ ઠંડુગાર વાતાવરણ ઘણાંબધા જીવો જેમનું અસ્તિત્વ માનવ શરીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરફેક્ટ રીતે અનુકૂળ છે જેને પરણિામે માનવ શરીરમાં અનેકો પ્રકારના ઈન્ફેકશન / બિમારીઓ આ સીઝનમાં થાય છે. દરેક મનુષ્યે આવા ઠંડા ભેજવાળા વાતાવરણથી પોતાની જાતને બચાવવા રોજેરોજ કાળજી લેવી જોઈએ, જેથી તેઓ આ સીઝનમાં સ્વસ્થ રહી શકે. કેટલીક બાબતો નીચે છે જેનું ધ્યાન આ મોસમમાં સાજાસારા ફીટ સ્વસ્થ રહેવા સૌએ પાલન કરવું જોઈએ. આ સીઝનમાં બહારનું ઠંડુ વાતાવરણ માનવશરીરની પાચનક્રિયા મંદ કરે છે તેથી હમણાં આદુ સુપાચ્ય સ્વચ્છ રીતે બનાવાયેલ ઘરનું બનાવેલ ભોજન ખાવા આગ્રહી રહેવું. મંદ પાચનક્રિયા રોગપ્રતિકારક માળખાંને કમજોર કરે છે જે ઍસિડીટી, ગેસ સહિત અનેક સમસ્યા નિર્માણ કરી જે સાદા અને સંતુલિત ભોજન દ્વારા નાથી શકાય.
– આ સમયમાં ખાસ કરે ભરપેટ ખાવાનું ટાળી પેટમાં હંમેશા થોડી ભૂખ રાખવી જરૂરી છે, જેથી શરીર આસાનીથી આપણે ગ્રહણ કરેલ અન્ન પચાવી શકે.
– અયોગ્ય આહાર-વિહાર આ મોસમમાં ઈન્ફેકશન, ડાયેરિયા, કમળો, ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી અનેક બિમારીઓને આમંત્રણ છે, તેમાં કોઈ જ બેમત નથી.
– સ્ટ્રીટ ફૂડ, હોટલ ફૂડ ખાસ ટાળવા.
– ફ્રૂટ ઘરમાં જ લાવીને પીલ ઑફ કરી ખાવા કે જાતે જ જયુસ બનાવી પીવો, બહાર ખુલ્લામાં મળતી ફ્રૂટ ડીશ કે ફ્રૂટ જયુસ ના લેવા.
– હમણાં કોઈપણ ફ્રૂટ છોલીને જ ખાવા આગ્રહ રાખવો, છાલ સાથે ખાવાનો અનેક લોકોને શોખ હોય છે પરંતુ ઠંડા વાતાવરણમાં ફળ ઉપર અનેક જીવજંતુ ચોંટેલા હોય છે જે ધોવા માત્રથી નામશેષ ના થાય તેમ બને માટે છાલ કાઢીને જ ફ્રૂટ કે સલાડ જો કાચા ખાતા હોય તો ખાવા જરૂરી છે.
– શક્ય હોય તો કાચા સલાડને બદલે તેને કાચુપાકુ રાંધીને પણ ખાઈ શકાય.
– ઘરનું તાજુ સૂપ હાલ માટે ઉત્તમ પીણું કહી શકાય.
– હમણાં દૂધ સહિત દૂધની તમામ બનાવટોથી દૂર રહેવું હિતકર છે, ચા-કૉફી પણ દૂધ વગરના તેમાં આદૂ, ફૂદીનો, તુલસી અને મરી મસાલા નાંખી પીવા જેથી મંદ પાચનક્રિયા ઉત્તેજીત થવા સાથે ઈન્ફેકશનનો ખતરો ના થાય.
આ સીઝનમાં ભોજનમાં હળદર, મરી, તજ, લવિંગ જેવા તમામ તેજાના, લસણ, આદુ, મેથી, જીરૂ, અજમો, હીંગ, કારેલા, સીઝનલ ફળો અને ભાજી વગેરેનો વધુ વપરાશ કરવો.
– હમણા પાણી ખાસ કરીને ઉકાળીને જ પીવું જોઈએ, શરીરને વારંવાર પાણી પીને હાઈડ્રેટ રાખવું જરૂરી હોવાથી દિવસમાં બે વાર ઘરમાં પાણી ઉકાળવું, શક્ય હોય તો પાણી ઉકળી જાય પછી તેમાં સૂંઠનો એક ટુકડો નાંખી રાખવો, આખો દિવસ તે જ પાણી ઘરમાં સૌએ પીવું.
– ઘરમાં ભેજને કારણે થયેલ અસ્વચ્છતા કલીયર કરવી.
– મચ્છરના ઉપદ્રવથી બચાવ સતત જરૂરી, તેના માટે જે અનુકૂળ આવે તે ઉપાય કરવો. આજકાલ બજારમાં તે માટે અનેક ઉપાયો ઉપલબ્ધ છે.
– રસોઈ અને જમવાના વાસણો વ્યવસ્થિત સાફ કરવા, ઘર સ્વચ્છ રાખવું.
– ઘરમાં દિવસભર ક્યાંય સૂર્યપ્રકાશ ના આવતો હોય તો લીમડાની ધૂણી કરવી જેથી હવા ચોખ્ખી થાય.
– નાના બાળકો અને વૃદ્ધોને જરૂર લાગે તો ગરમ કપડાં પહેરાવવા, તેમનાં કપડાં ભીના થયા હોય તો તાત્કાલિક બદલાવી સૂકા પહેરવા આપવા.
– બધાએ ઘરમાં ઍન્ટીબેકટેરીયલ સાબુ અને પાવડર વાપરવા સાથે નહાવાના ગરમ પાણીમાં લીમડાના પાન ભેળવવા લાભદાયી છે.
– દમ/શ્ર્વાસના દર્દીઓને સાચવવા, તેમને ભેજવાળી જગ્યાએ ના રાખવાં કે ના ભીનામાં બહાર જવા દેવા.
– સૌએ પગ સતત સૂકા રહે તેની કાળજી રાખવી.
– આટલી સાવધાની છતાં કાંઈપણ તકલીફ હોય તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો.
અસ્તુ. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.