અત્યારે આખા દેશભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને ફેબ્રુઆરી મહિનાથી એપ્રિલ મહિનાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બાબતે હવામાન ખાતા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ગરમી કદાચ તમામ રેકોર્ડ તોડે એવી શક્યતા છે.
છેલ્લાં કેટલાક સમયથી રસ્તા પર ટૂ-વ્હીલર, કાર અને બસમાં અચાનક આગ ફાટી નીકળવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે અમે અહીં તમારા માટે લઈ આવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ કે જે ઉનાળામાં તમારી ગાડીને એકદન કૂલ-કૂલ રાખશે અને આવી કોઈ દુર્ઘટના તમારી સાથે નહીં થાય.
સૌથી પહેલું અને મહત્ત્વનું એટલે ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ કારની એસી સિસ્ટમ ચેક કરી લો, કારણ કે એસેની કારણે સમસ્યા ઉદ્ભવી શકે છે. એસી વેન્ટ્સને ક્લીન કરાવો, જરૂર હોય તો એસી ગેસ પણ ફીલ કરાવો. આ સિવાય એસી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું લીકેજ તો નથી ને એની પણ પૂરી ખાતરી કરી લો.
ત્યાર બાદ કાળઝાળ ગરમીથી બચવા માટે તમે સનશેડ ખરીદો લો. સનશેડને કારણે તમારી કાર ભલે તાપમાં ઊભી હશે તો પણ તેને સારા એવા પ્રમાણમાં ઠંડી રાખી શકો છો. આ સિવાય ઉપરાંત, વિન્ડસ્ક્રીનને કવર કરવા માટે પણ બજારમાં સનશેડ્સ ઉપલબ્ધ છે અને આ પ્રકારના સનશેડ્સ ઉનાળામાં વધુ અસરકારક સાબિત થાય છે.
ઉનાળાની ઋતુઓમાં રસ્તા ખૂબ જ તપેલાં હોય છે એટલે ઉનાળો આવે એ પહેલાં કારના ટાયર ચેક કરી લેવા જરૂરી છે. ટાયરમાં જો કોઈ પણ પ્રકારની ખામી હશે તો મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી છે. એટલે કોઈ પણ પ્રકારની હોનારતને ટાળવા માટે જરૂર પડે તો ઉનાળા પહેલાં ટાયર બદલી પણ નાખો.
હાલમાં બજારમાં એક નવા પ્રકારનો સોલાર પંખો ઉપલબ્ધ છે. આ પંખો ખાસ કરીને કારના અંદરના ભાગમાંથી ગરમ હવાને દૂર કરે છે… આ સોલાર ફેન કારની બારીમાં વ્યવસ્થિત રીતે ફીટ થાય છે અને ગરમ હવાને બહાર ફેંકવાનું કામ કરે છે. એટલે ઉનાળા પૂરતું પણ આ સોલાર ફેનની મદદ લેવામાં કંઈ ખોટું જ નથી.
ઉનાળામાં કારને બર્નિંગ કાર ન બનવા દેવી હોય તો…
RELATED ARTICLES