Homeઆમચી મુંબઈશનિવારે રજૂ થનારા પાલિકાના બજેટમાં નાગરિકોએ શાં સૂચનો કર્યાં

શનિવારે રજૂ થનારા પાલિકાના બજેટમાં નાગરિકોએ શાં સૂચનો કર્યાં

મુંબઈગરાને જોઇએ ચોખ્ખાચણક રસ્તા, ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા

મુંબઈ: મુંબઈમાં મહાપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે તે સમયે થઇ શકવાની પાર્શ્ર્વભૂમિ પર મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૩-૨૪ના વર્ષનું બજેટ શનિવારે રજૂ થવાનું છે. બજેટમાં મહત્ત્વની કઇ બાબતો પર ધ્યાન આપવામાં આવશે તેના પર એક નજર કરવા જઇએ તો મુંબઈગરાને સારા રસ્તા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા જોઇએ છે. પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહરને ઈમેઈલ અને પત્રો દ્વારા આ સૂચના નાગરિકોએ આપી છે. નવા બજેટ સંદર્ભે નાગરિકોની અપેક્ષા વધી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના ક્ધસેપ્ટમાં વિકાસ યોજના નવા બજેટમાં આવે એવી નક્કર શક્યતા છે.
મુંબઈના વિકાસ પ્રોજેક્ટ માટે પૈસા ભરપૂર છે. એને કારણે સારા રસ્તા બાંધો, પાલિકાની તમામ હોસ્પિટલોમાં ફર્સ્ટક્લાસ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરો, પર્યાવરણનું સંરક્ષણ કરો, હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે, તે અંગે કાળજી લો, એવી સૂચના નાગરિકોએ ઈમેઈલ દ્વારા તેમ જ પત્રો પાઠવીને પાલિકા કમિશનરને મોકલાવી છે.
ગત વર્ષે પાલિકનું બજેટ રૂ. ૪૫૯૪૯ કરોડ હતું. આ બજેટ અગાઉના વર્ષની સરખામણીમાં ૧૭ ટકા વધારે હતું. આ વર્ષના બજેટમાં પણ ભંડોળની ટકાવારી વધવાની શક્યતા છે. બજેટ રજૂ થાય એ પૂર્વે મુંબઈગરાએ પાલિકા કમિશનરને એક હજાર પત્રો લખીને સૂચનો આપ્યાં છે. દર વર્ષે વિકાસ યોજના પર ભંડોળનો વપરાશ થતો ન હોઇ ભંડોળ વેડફાય છે. આને કારણે પાલિકા કમિશનરે વિભાગપ્રમુખોને અધિકાર આપીને ભંડોળનો પૂરેપૂરો વપરાશ કરવાનો આદેશ આપવો. આથી નાગરિકોને સારી સુવિધા મળી શકશે, એવી સૂચના અમુક નાગરિકોએ કરી હતી.

ફૂટપાથ ફેરિયાઓથી મુક્ત કરો

ઓવરબ્રિજની રાતના સાફસફાઈ કરવા માટે પાલિકાએ મેકેનિકલ ઝાડુ ખરીદી કરવા. તમામ ઉદ્યાનોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ યોજના અમલમાં મૂકવી, શહેરની તમામ ફૂટપાથને ફેરિયાઓથી મુક્ત કરો, અનધિકૃત ફેરિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો, એવી સૂચના નાગરિકોએ પાલિકા કમિશનરને કરી છે.

મુંબઈને સુશોભિત કરવાના પ્રોજેક્ટ પર ભાર આપો

મુંબઈના વિકાસ માટે રૂ. ૫૦૦ કરોડ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કર્યા છે. તેમના આદેશ અનુસાર મુંબઈ સુંદર અને અધિક આકર્ષક બનાવવા માટે ‘મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે. તેનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્ય બજેટ ૧૧ વાગ્યે રજૂ થશે
મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગનું બજેટ શનિવારે સવારે ૧૦ વાગ્યે પાલિકાના વધારાના કમિશનર અશ્ર્વિની ભીડે અને પાલિકા કમિશનર તેમ જ પ્રશાસક ઈકબાલ સિંહ રજૂ કરવાનાં છે. ત્યાર બાદ ૧૧ વાગ્યે પી. વેલરાસુ એ પાલિકાનું મુખ્ય બજેટ રજૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular