રણબીર કપૂરે તાજેતરમાં એવું વિધાન કર્યું હતું તે એક પાકિસ્તાની ફિલ્મમાં કામ કરવા માગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ જોઇને અભિનેતાને તેના નિવેદન પર કેટલીક ઉગ્ર પ્રતિક્રિયા પણ મળી હતી. હવે આ અંગે રણબીર કપૂરે ફેરવી તોળતા કહ્યું છે કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તેને વિવાદાસ્પદ બનવાનું પસંદ નથી.
આ વર્ષની શરૂઆતમાં જ રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીરે એક પાકિસ્તાની ફિલ્મ નિર્માતાને જવાબ આપ્યો હતો કે તે એની ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરશે. આ અઠવાડિયા ચંડીગઢમાં પોતાની આગામી ફિલ્મ ‘તૂ જુઠી મેં મક્કાર’ના પ્રમોશન વખતે રણબીરે પાકિસ્તાનવાળા નિવેદન પર મીડિયા સાથે વાત કરી હતી.એણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. હું એક ફિલ્મ સમારોહમાં ગયો હતો, જ્યાં ઘણા પાકિસ્તાની ફિલ્મ નિર્માતા મોજૂદ હતા. તેઓ મને સવાલ પૂછી રહ્યા હતા કે જો તમારી પાસે કોઇ સારી પાકિસ્તાની સ્ક્રીપ્ટ આવે તો તમે પાકિસ્તાની ફિલ્મ કરવાનું પસંદ કરશો?’
રણબીરનું કહેવું છે કે એણે પહેલા પણ પાકિસ્તાની કલાકારો સાથે કામ કર્યું છે અને ફિલ્મને તેઓ એક કલાના રૂપમાં જુએ છે. જોકે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ‘કલા દેશથી મહાન નથી. મને નથી લાગતું કે આ કંઇ મોટો વિવાદ હતો, પણ મારી માટે ફિલ્મ એ ફિલ્મ છે, કલા છે. મેં ફવાદ ખાન સાથે ‘એ દિલ હૈ મુશ્કીલ’માં કામ કર્યું હતું. હું ઘણા પાકિસ્તાની કલાકારોને ઓળખું છું. રાહત ફતેહ અલી ખાન અને આતિક અસલમ મહાન ગાયક છે, જેમણે ભારતીય સિનેમામાં યોગદાન આપ્યું છે. તો સિનેમા એ સિનેમા છે. મને નથી લાગતું કે સિનેમા સીમા, દેશ જુએ છે. તેથી કોઇ પણ વ્યક્તિ જેના તમારા દેશ સાથે સારા સંબંધ નથી તો તમારી પહેલી પ્રાથમિક્તા તમારો દેશ જ હશે.
પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવા વિશે રણબીરે શું કહ્યું…
RELATED ARTICLES