રત્નાગીરી જિલ્લાના ખેડમાં યોજાયેલી સભામાંથી મૂખ્યપ્રધાન એકનાથ શિંદેએ ઠાકરે જૂથના પ્રમૂખ ઉદ્વવ ઠાકરે પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતાના હાથે પોતાના પક્ષનું પતન કંઇ રીતે કર્યું એ તેના કારણો આપતું ભાષણ એકનાથ શિંદેએ કર્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે કે નારાયણ રાણે તમારા પક્ષમાંથી છૂટા કેમ પડ્યાં? આ અંગે વાત કરતાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટિકા કરી હતી.
પોતાના ભાષણમાં એકનાથ શિંદે બોલ્યા કે, શઇવસેના છોડતા પહેલાં રાજ ઠાકરેએ શું માંગ્યુ હતું? જ્યાં શિવસેના નથી, જ્યાં શિવસેના કમજોર છે એ ભાગ મને આપો, હું શિવસેનાનો પ્રસાર કરીશ અને મોટી કરીશ. નારાયણ રાણેનો શું ગુનો હતો? એવું તે શું થયું કે એમને પણ પક્ષ છોડવો પડ્યો? રાજ ઠાકરેએ શું માગ્યું હતું હું આ બધાનો સાક્ષી છું. હવે તો અમને બધા મળે છે. અમારી સાથે વાત કરે છે. પહેલાં તો અમારા પર બહુ બંધન હતા. હવે અમે આઝાદ છીએ. અમારી વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન થાય છે. આવું વિધાન એકનાથ શિંદેએ કર્યું હતું.
એક કિસ્સો યાદ આવે છે એમ બોલતા એકનાથ શિંદેએ કહ્યું કે, ‘જ્યારે થાણેના મેયર પદ માટેની ચૂંટણી હતી, ત્યારે હું પોતે રાજ ઠાકરેના ઘરે ગયો હતો. મેં એમને કહ્યું કે આ ભગવો બાળાસાહેબ ઠાકરેએ લહેરાવ્યો છે, આનંદ દીઘેના માર્ગદર્શનમાં લહેરાયો છે, આ ભગવાને ઉતરવા ના દેતા. ત્યારે રાજ ઠાકરેએ અમારી વિનંતી સ્વિકારી અને અમને ટેકો આપ્યો. આમા અમારી આખરે ભઊલ શું હતી? પણ તમને તો એ પણ ના ગમ્યું. છેલ્લે બળાસાહેબે કહ્યું કે એકનાથ પોતાની માટે નહતો ગયો, થાણેમાંથી ભગવો ના ઉતરે એ માટે ગયો હતો. ’
એકનાથ શિંદેએ પોતાના વક્તવ્યમાં આવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.