મેરિડ ગર્લ્સ Google પર સૌથી વધુ આ વસ્તુ કરે છે સર્ચ, જાણીને તમને પણ થશે આશ્ચર્ય

સ્પેશિયલ ફિચર્સ

ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. જોકે, તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગની મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે.

ગૂગલના એક ડેટા અનુસાર પરણિત મહિલાઓ આ સર્ચ એન્જીન પર આ સર્ચ કરે છે કે કેવી રીતે જાણીએ કે પતિને શું પસંદ છે. આ દુનિયાની દરેક મહિલાનો લગ્ન બાદ પ્રશ્ન રહે છે કે આખરે તેના પતિને કઇ વસ્તુ પસંદ છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ જોવાનું પસંદ કરે છે કે પતિઓની ચોઇસ શું છે અને તેને શું પસંદ અને નાપસંદ છે. આ પ્રશ્ન ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ સર્ચ કરે છે કે પોતાના પતિનું દિલ કેવી રીતે જીતે, તેમને કઇ રીતે ખુશ રાખે.

ઘણીવાર મહિલાઓ ગૂગલને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. આ સર્ચ હિસ્ટ્રીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવે છે એ તે છે કે પોતાના પતિને જોરૂ કા ગુલામ કેવી બનાવીએ. આ ઉપરાંત પત્નીઓ એ પણ સતત સર્ચ કરે છે કે તેમના માટે લગ્ન બાદ બાળક પેદા કરવાનો યોગ્ય સમય કયો છે. સામાન્ય રીતે પત્નીઓને આ વાતનુંટેન્શન રહે છે. લગ્ન પછી તેમને પોતાના નવા પરિવારમાં કઇ રીતે વર્તવું જોઇએ. પોતાના પરિવારની જવાબદારી કેવી ઉઠાવવી જોઈએ અને લગ્ન પછી પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવી શકાય અને પરિવારને બિઝનેસની સાથે કેવી હેન્ડલ કરવો કરવો જોઇએ. જેવા પ્રશ્નો ગૂગલને પૂછવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.