મુંબઈમાં માણસો અને રખડતાં શ્વાનોની કોઈ જ કમી નથી. ઘણી વખત દેખભાળના અભાવે શ્વાનની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે કે પછી તેઓ બીમાર હાલતમાં જ રસ્તા પર પડ્યા રહે છે. આ બીમાર અને દુર્લક્ષિત શ્વાનોની વહારે મુંબઈનો જ એક એન્જિનયર આવ્યો છે અને તેણે આ સ્ટ્રે ડોગ્સના ગળામાં એક ક્યુઆર કોડ બાંધ્યો છે. આ યુવાન અને ક્યુઆર કોડવાળા શ્વાનનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. હવે તમને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે કેમ આ યુવાન શ્વાનોના ગળામાં ક્યુઆર કોડ બાંધી રહ્યો છે તો એનો જવાબ તમને આગળ મળી જ જશે. અક્ષય રિડલાન નામનો એન્જિનિયર યુવાન ડોગ લવર છે અને ભટકતાં શ્વાનો પર વોચ રાખવા માટે તેણે આ ઉપાય કર્યો છે. શ્વાનના ગલસામાં રહેલાં કોડને સ્કેન કરતાં જ શ્વાનની બધી માહિતી મળશે. એટલું જ નહીં તેની મેડિકલ હિસ્ટ્રી પણ આ ક્યુઆર કોડ સ્કેન કરીને મળી જશે. મુંબઈના રહેવાસી અક્ષય દ્વારા ભટકતાં શ્વાનો માટે ક્યુઆર ટેક્નોલોજીના મદદથી ટેગ તૈયાર કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે અને અક્ષય ગલીના રખડતાં શ્વાનોના ગળામાં ચેનની મદદથી આ ટેગ બાંધતો જોવા મળી રહ્યો છે.
શ્વાનોના ગળામાં આ શું બાંધી રહ્યો આઈઆઈટિયન એન્જિનિયર
RELATED ARTICLES