પઠાણ ફિલ્મથી ફરી બોલીવૂડમાં છવાયેલો શાહરૂખ ખાન તેની સ્માર્ટ કમેન્ટ્સ અને હાજરજવાબી માટે જાણીતો છે. તે પોતાના પર કોમેન્ટ કરતા કે પોતાની ફિલ્મો પર કોમેન્ટ્સ કરતા સમયે પણ રમૂજો કરવાનું ચૂકતો નથી. હાલમાં જ તેણે ટીવી-ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેને ટ્વીટ કરી આવી જ કંઈક રમૂજ કરી હતી. શાહરૂખની પઠાણમાં રેણુકાના પતિ અને ખૂબ જ મંજાયેલા કલાકાર આશુતોષ રાણાએ પઠાણના બોસનો રોલ કર્યો છે. જેમાં તેમનું નામ કોલોનિઅલ લુથરા છે. આ ફિલ્મ જોયા બાદ તેનો ફોટો રેણુકાએ ટ્વીટ કર્યો હતો. શાહરૂખે રેણુકાને ટ્વીટ કર્યું કે… “કોલ. લુથરાને કો આપને બતાયા આપને કે આપ મેરી પહેલી હિરોઈન હો અથવા તો આપણે આને ટોપ સિક્રેટ રાખવું જોઈએ, બાકી તેઓ મને એજન્સીમાંથી કાઢી મૂકશે.”
જોકે રેણુકા પણ પોતાની બુદ્ધિમાતાના પરચા ઘણા બતાવી ચૂકી છે. તેણે પણ સામે એવો જ સરસ જવાબ આપ્યો. “હા હા ઉનસે કોઈ બાત છુપતી કહા હૈ. આપ હી ને ઉન્હે અંતરયામી કહા હૈ. ઔર ચાહે જો હો જાયે વો આપકો ફાયર નહીં કર સકતે ક્યૂંકી જો આપને કર દીખાયા હૈ વો કોઈ ઔર નહીં કર સકતા.”
હવે રેણુકાએ આ માત્ર જવાબ આપ્યો કે પછી શાહરૂખની ફિલ્મનો વિરોધ કરનારી બોયકોટ ગેંગને ટોણો માર્યો તે તો રેણુકાને જ ખબર.
તમને જણાવી દઈએ કે શાહરૂખે પોતાની કરિયરની શરૂઆતમાં સર્કસ સહિત ઘણી સિરિયલ કરી હતી. સર્કસ તેની પહેલી સિરિયલ હતી અને રેણુકા તેની પહેલી હિરોઈન. આ સિરિયલે ખૂબ જ નામના મેળવી હતી.