જન્માષ્ટમીની તારીખને લઈને થયેલું કન્ફ્યૂઝન દૂર કરો, આ તારીખે થશે કૃષ્ણ જન્મ

સ્પેશિયલ ફિચર્સ

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે થયો હતો, પરંતુ આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોને ઘણી મૂંઝવણ થઈ રહી છે. અષ્ટમીની તિથી 18 ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને 19 ઓગસ્ટની રાત્રે ખતમ થશે. ઘણા વિદ્વાનો એવું માને છે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટના ઉજવવી જોઈએ જ્યારે કેટલાક લોકો એવું માને છે કે 19 ઓગસ્ટના રોજ ગોકુળ આઠમની ઉજવણી થવી જોઈએ.

ધાર્મિક ગ્રંથો અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. તેથી આ તહેવાર પર રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે. આ જ કારણ છે કે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.