ધ્યાન શું છે અને આ ધ્યાન દેવું કઈ રીતે જોઈએ?

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો?
સારા હશો એવી આશા સહ સીધે સીધી વાતથી શરૂઆત કરું. તમારા સ્વાસ્થ્ય માટે ચિંતા થાય.
થોડી અગમચેતી કે આગાહી કરું તો મોસમ બદલાઈ રહી છે, વર્ષાઋતુ આવી ચૂકી છે. વરસાદ દેવ ધમાધમ વરસી રહ્યા છે. મુંબઈમાં મહારાષ્ટ્રમાં પછી હવે બીજે બધે પણ તેઓ આગમન કરશે જ. એટલે ખાસ કરીને જેટલી ખાવાની લાલચ થાય એટલું જ ખાવાનું ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષિત વાત એ છે કે વરસાદમાં લગભગ આપણે મસ્ત ગરમ ગરમ ખાવાનું ખાઈએ, પણ ગરમ ગરમ મસાલા ન હોય અને સખત ચટાકેદાર બનાવવા માટે ધબાધબ વધુ ડબલ નાખી ન દઈએ એનું ધ્યાન રાખજો.
વાતાવરણ બહાર ઠંડું હોય ને અંદર સખત ગરમી થાય તો શરીરને નડતરરૂપ બને અને તનને કંઈ નડે તો મન પર અસર થાય અને મન આકુળ-વ્યાકુળ હોય તો માણસના જીવન પર અસર થાય. એવામાં બધું જ્યારે રમખાણે ચઢ્યુ હોય, ઉઠાપઠક ચાલી રહી હોય.
આપણો કાર્ડિયોગ્રાફ ઉપર નીચે થતો હોય ત્યારે શું કરવુ જોઇએ આવા સંજોગોમાં. આજુબાજુનું વાતાવરણ ડિસ્ટર્બ હોય ત્યારે આપણને ખબર નથી હોતી, પણ આપણું મન અચાનક ઉચાટમાં આવી જાય. નાનું ટેન્શન મોટું લાગવા માંડે.
આપણે સામાજિક વ્યવસ્થાની વચ્ચે માણસાઈનું જીવન અને માણસનું જીવન જીવતા હોઈએ છીએ. એટલે આપણને બહાર સોસાયટીમાંની ડિઝાઇનમાં કઈ ગડબડ થાય કે ત્યાં કશું થાય તો આપણા જીવનમાં પણ એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડે છે. એની અસર થાય છે. તે વખતે આપણે શું કરવું જોઈએ? મને કોઈએ પૂછ્યું. આ સવાલના જવાબમાં મેં એમને કહ્યું કે કંઈ નહીં જે પરિસ્થિતિ હોય એનો સામનો કરવો જોઈએ. હવે જે પરિસ્થિતિ સામે આવે એનો સામનો કરી લઈ પણ ત્યારબાદ બીજો પ્રશ્ર્ન આવે છે કે એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ?
એના દરેકના અલગ અલગ વિચાર, અલગ અલગ ઉપાય અને એમની જીવનની પરિસ્થિતિ પ્રમાણે તેમની અલગ અલગ એક્શન હોય છે. તેમની પ્રતિક્રિયાઓ એ દરેક પરિસ્થિતિ સામે અલગ હોય છે. હવે દરેકેદરેક પરિસ્થિતિનો જવાબ મળવો મુશ્કેલ છે. તેનો રસ્તો શું કરવો જોઈએ? મારા એક મિત્રને પૂછ્યું તો તેમણે મને કહ્યું કે આપકો મૈંને એક બાર ધ્યાન કે વિષય પે રજનીશ કી – ઓશોજી કી એક કથા સુનાયી થી. યાદ કીજીયે! તમે એ કથા યાદ કરી!
કથાનો એવો સાર હતો કે ધ્યાન. ધ્યાન ધરવું જોઈએ. પહેલા આપણે વિચારવાનો સમય લેવો જોઈએ. ધ્યાન દઈને વિચારવું જોઈએ. ધ્યાન શું છે અને આ ધ્યાન દેવું કઈ રીતે જોઈએ?
એના વિશે આપણે આ કથા વાંચીએ. આ કથા વાંચવા ઉપરથી આપણને આપણા જીવનમાં ધ્યાન કેવી રીતે દેવું અને આપણી શ્ર્વાસની ક્રિયાનો ધ્યાન સાથે શું સંબંધ છે. એનો આપણા મન સાથે અને મનનો આપણા વિચાર સાથે સીધો સંબંધ છે. એને આપણે કેવી રીતે આપણા જીવનમાં અપનાવવો તેનો તમને અંદાજ મળશે. કાંઈ નહીંને જીવનમાં બધુ સારું ચાલી રહ્યું છે તો એ તો આનંદની વાત છે જ. સાથે સારું વાંચન અને એક સારો બોધપાઠ મળશે, રાઇટ. તો આવો વાંચીએ અને સારા શબ્દોને સારી વસ્તુને ગમે તે ધર્મની કે ભાષાની કેમ ન હોય એને આપણે વિચાર તરીકે અપનાવીએ.
આપણા જીવનમાં આચરણમાં મૂકીએ અને આપણા જીવનની સલ્તનતને, આપણા જીવનના સામ્રાજ્યને સુંદર, સુઘડ અને સકારાત્મક બનાવીએ. સામાન્ય રીતે આપણે એક મિનિટમાં સોળથી વીસ શ્ર્વાસ લઈએ છીએ. ધીમે ધીમે, ધીમે ધીમે ઝેન રહસ્યવાદી તેના શ્ર્વાસને શાંત કરવાનું ચાલુ રાખે છે.
શ્ર્વાસ એટલા શાંત અને ધીમા થઈ જાય છે કે એક મિનિટમાં પાંચ-પાંચ શ્ર્વાસ લે છે. ત્યાંથી જ ધ્યાન શરૂ થશે. શ્ર્વાસ ધીમો પડી જાય છે, વિચારો ધીમા પડે છે. તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. તેથી જ જ્યારે તમારી અંદર વિચારોની ઘણી હલચલ હોય છે, ત્યારે શ્ર્વાસ અસ્તવ્યસ્ત થઈ જાય છે.
જ્યારે તમે ગાંડા થવા માંડો છો ત્યારે શ્ર્વાસ પણ ગાંડા થવા લાગે છે. જ્યારે તમે વાસનાથી ભરાઈ જાઓ છો, ત્યારે શ્ર્વાસ પણ ઉશ્કેરાઈ જાય છે. જ્યારે તમે ક્રોધથી ભરાઈ જાઓ છો, ત્યારે શ્ર્વાસમાં પણ ખલેલ પડે છે, તે અવ્યવસ્થિત થઈ જાય છે. તેનો સ્વર સંગીત તૂટી જાય છે, છંદો નાશ પામે છે. તે તેની લય ગુમાવે છે.
ઝેન રહસ્યવાદીઓ શ્ર્વાસ પર ખૂબ ધ્યાન આપે છે. એવી ક્ષણ ધ્યાનમાં આવે છે, જ્યારે શ્ર્વાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જ્યારે તમે શાંત હોવ છો, ત્યારે તમારું શરીર પણ અસાધારણ શાંતિમાં ડૂબી જાય છે. રૂદનમાં પણ શાંતિની ઝલક હોય છે.
તમારા ચાલવામાં પણ તમારું ધ્યાન પ્રગટ થાય છે. તમારું ધ્યાન તમારી બેઠકમાં પણ પ્રગટ થાય છે. તમારા બોલવામાં, તમારા સાંભળવામાં.
ધ્યાન એવી વસ્તુ નથી કે તેણે એક ક્ષણ માટે બેસીને કર્યું. ધ્યાન એક એવી વસ્તુ છે જે તમારા ચોવીસ કલાકના જીવનમાં ફેલાય છે. જીવન એક અવિરત પ્રવાહ છે.
એક કલાક ધ્યાન અને ત્રેવીસ કલાક ધ્યાન નહીં, તો ધ્યાન બિલકુલ રહેશે નહીં, જ્યારે ધ્યાન તમારા ચોવીસ કલાકના જીવનપ્રવાહ પર ફેલાશે.
જો તમે ધ્યાન કરનારને સૂતા જોશો તો પણ તમને ફરક દેખાશે. તેની ઊંઘમાં પણ સંપૂર્ણ શાંતિ છે.
અને મનમાં શાંતિ હશે તો કોઈ પણ સફળ સારી રીતે ખેંડી શકાશે અને કોઈ પણ પરિસ્થિતિ સારી રીતે પાર પાડી શકાશે. દરેકના મન શાંત થાય અને દરેકના મનમાં દેવ વસે એવી આરાધના સાથે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.