Homeઆપણું ગુજરાતવીજળી શુલ્કના કાયદામાં સુધારો વીજવેરાના વધારા તરફ ઈશારો?

વીજળી શુલ્કના કાયદામાં સુધારો વીજવેરાના વધારા તરફ ઈશારો?

ગુજરાત સરકારે શુક્રવારે જાહેર કરેલા બજેટમાં કરવેરા પર કોઈપણ જાતનો વધારો ન કર્યાનું કહ્યું હતું અને જનતાને રૂ. 1000 કરોડની રાહત આપ્યાનું પણ કહ્યું હતું. વાસ્તવમાં આ રાહત કોરોનાકાળ દરમિયાન આપાવમાં આવી હતી. સરકારે માત્ર આ રાહતને યથાવત રાખી છે, પરંતુ નવી કોઈ રાહત જાહેર કરી નથી. આ સાથે રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર વીજળી શુલ્કના કાયદામાં સુધારો કરવા સરકાર વિચારશે. આ સુધારામાં નવા કરવેરા લાદવામાં આવે, તેવી શક્યતા અમુક નિષ્ણાતો વર્તાવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે વીજળી શુલ્ક એ રાજ્યનો અગત્યનો મહેસૂલી સ્ત્રોત છે.ઉર્જાની ઉત્તરોતર વધતી ખપતને કારણે મહેસૂલ વધવાની શકયતા છે. આથી વીજળી શુલ્કની વહીવટી બાબતોને સરળ કરવા માટે ઈન્ફોર્મેન્શ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ મામલે જરૂરી એવા સુધારા વીજળી શુલ્ક કાયદામાં કરવામાં આવશે. હવે આ સુધારામાં નવા વેરા કે ભાવ સૂચવવામાં આવશે કે કેમ તે હાલમાં કહી શકાય તેમ નથી.
જોકે બજેટમાં કોઈ નવા વેરા નાખવામાં આવ્યા નથી, પરંતુ આવક વધી હોવાનો દાવો કરતી સરકારે કોઈ વિશેષ રાહત કે છૂટ પણ આપી ન હોવાનો દાવો વિરોધપક્ષ તેમ જ નાણાંકીય નિષ્ણાતો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular