આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલની ટીકા કરતા કોંગ્રેસના નેતાઅને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલો તે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કેજરી વાલે ગુજરાતની જેમ જ જોરશોરથી થી પ્રચાર કરવાનો શરૂ કર્યું હતું પરંતુ જેવી ચૂંટણી નજીક આવી કે એમણે પ્રચાર એકદમ બંધ કરી દીધો. ગુજરાતમાં પણ તેમણે ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા પ્રચાર કરી અને લોકોને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે કેજરીવાલ ગુજરાતમાં દેખા દેશે નહીં. તેમના જણાવ્યા અનુસાર કેજરીવાલ માત્ર લોકોને ભ્રમિત કરવા અને કોંગ્રેસના વોટ તોડવાની નીતિ સાથે મોકલવામાં આવ્યા છે. તેમણે ભાજપનું નામ ન લેતા તે ભાજપની બી ટીમ હોવાનું આડકતરી રીતે જણાવ્યું હતું. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત કે હિમાચલ પ્રદેશના લોકો કેજરીવાલની રેવડીઓ થી ભરમાશે નહીં અને તેઓ યોગ્ય પક્ષને જ સતા આપશે.