ગુજરાત સહિત દેશભરમાં ઘણી જગ્યાએ રેલવે દ્વારા વિવિધ વિકાસકામો અને સમારકામો હાથ ધરવામાં આવ્યા છે. આને લીધે ઘણી ટ્રેન રદ કરવાની, સમયપત્રકમાં ફેરફાર કરવાની અથવા સ્ટોપેજમાં ફેરફાર કરવાની ફરજ રેલવે વ્યવસ્થાપનને પડે છે. આથી જો તમે ફેબ્રુઆરીની આ તરીખોમાં રેલવેના પ્રવાસની યોજના બનાવી હોય તો આ માહિતી તમારી માટે ખૂબ જ મહત્વની છે.
દક્ષિણ રેલવેના જોકાટ્ટે અને પાડીલ સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે જેનીવિગતો આ મુજબ અસર થઈ છે.
• ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 10.02.2023 થી 25.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19577 તિરુનાલવેલી-જામનગર એક્સપ્રેસ 13.02.2023 થી 28.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11.02.2023 થી 27.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 16338 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 08.02.2023 થી 01.03.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ 09.02.2023 થી 23.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ 12.02.2023 થી 26.02.2023 સુધી રદ.