મુંબઈ-ગુજરાત પ્રવાસ કરનારા લોકો માટે વેસ્ટર્ન રેલવેએ આપી ભેટ, આ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી દિવસોમાં રક્ષાબંધન સહિત અન્ય તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભાવનગર/ઓખા/ઈન્દોર અને મુંબઈ સેન્ટ્રલ/જયપુર વચ્ચે છ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ૧૩મી ઑગસ્ટના શનિવારના રાતના ૭.૨૫ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૭)ને ભાવનગર રવાના કરાશે, જ્યારે ભાવનગરથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૮) ભાવનગરથી બપોરના ૨.૫૦ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસ માટે રવાના કરાશે.
એ જ રીતે ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે પણ બે વિશેષ ટ્રેન દોડાવાવામાં આવશે. પહેલી સપ્ટેમ્બરના ગુરુવારે ભાવનગરથી બપોરના ૨.૫૦ વાગ્યાના સુમારે વિશેષ ટ્રેન (૦૯૨૦૮)ને બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસથી સવારના ૯.૧૫ વાગ્યાના સુમારે વિશેષ ટ્રેન (૦૯૨૦૭)ને ભાવનગર માટે રવાના કરવામાં આવશે. ૧૨મી ઑગસ્ટના શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી સવારના ૧૧.૦૫ વાગ્યે સુપરફાસ્ટ ટ્રેન (૦૯૦૯૭)ને ઓખા રવાના કરવામાં આવશે, જ્યારે ઓખાથી મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ ટ્રેન (૦૯૦૯૮)ને સવારના ૧૦ વાગ્યે રવાના કરાશે. બાંદ્રા ટર્મિનસથી ઈન્દોર અને ઈન્દોરથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ચાર વિશેષ ટ્રિપ દોડાવશે, જેમાં બાંદ્રા ટર્મિનસથી આજે (બુધવારે) બપોરના ૨.૪૦ વાગ્યે વિશેષ ટ્રેન (૦૯૧૯૧)ને ઈન્દોર રવાના કરાશે, જ્યારે ઈન્દોરથી બુધવારે રાતના ૯.૪૦ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસ માટે રવાના કરાશે. ૧૨મી ઑગસ્ટના શુક્રવારે બાંદ્રા ટર્મિનસ-ઈન્દોર સ્પેશિયલ ટ્રેન (૦૯૦૬૯)ને બાંદ્રાથી બપોરના ૨.૫૦ વાગ્યે ઈન્દોર રવાના કરાશે, જ્યારે ઈન્દોર-બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેનને ઈન્દોરથી રાતના નવ વાગ્યે બાંદ્રા ટર્મિનસ માટે રવાના કરાશે. આ ઉપરાંત, આજે મુંબઈ સેન્ટ્રલ-જયપુર સ્પેશ્યિલ ટ્રેન (૦૯૧૮૩)ને મુંબઈ સેન્ટ્રલથી રાતના ૧૦.૫૦ વાગ્યાના સુમારે જયપુર રવાના કરાશે, જ્યારે જયપુર-બોરીવલી સ્પેશિયલ ટ્રેનને રાતના ૯.૩૫ વાગ્યે બોરીવલી માટે રવાના કરવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.