Homeઆમચી મુંબઈપશ્ચિમ રેલવેમાં ત્રણ દિવસ રાતે દસ વાગ્યા પછી પ્રવાસ કરતાં પહેલાં સંભાળજો...

પશ્ચિમ રેલવેમાં ત્રણ દિવસ રાતે દસ વાગ્યા પછી પ્રવાસ કરતાં પહેલાં સંભાળજો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાં ગોખલે પુલના છ ગર્ડરના ડિ-લોન્ચિંગ માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રવિવારથી ત્રણ દિવસનો સ્પેશિયલ નાઈટ અને પાવર બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. તેથી પશ્ર્ચિમ અને હાર્બર લાઈનની લોકલ સેવાને અસર થશે.
વિલેપાર્લે અને અંધેરી સ્ટેશન વચ્ચે ગોખલે રોડ ઓવર બ્રિજના પીએસસી ગર્ડરને ડી-લોન્ચ કરવામાં આવવાનું છે. તેથી રવિવાર રાતથી બુધવાર દરમિયાન મોડી રાતથી વહેલી સવાર સુધી મોટો બ્લોક રહેશે.
પશ્ર્ચિમ રેલવેના જણાવ્યા મુજબ આ બ્લોક ૨૯ અને ૩૦ જાન્યુઆરી તથા ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રાતના દસ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી અપ તથા ડાઉન હાર્બર લાઈન પર સાત કલાકનો મેજર બ્લોક રહેશે, જેને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે હાર્બર લાઈનની ટ્રેન સેવાઓ આંશિક રીતે રદ કરવામાં આવશે.
રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ સીએસએમટીથી રાતના ૧૧.૨૬ના સીએસએમટી-ગોરેગાંવ જતી હાર્બર લાઈનની ટ્રેનને રદ કરવામાં આવશે. તો ગોરેગાંવથી ૧૧.૩૩ વાગે ઊપડતી ગોરેગાંવ-સીએસએમટી હાર્બર લાઈનની ટ્રેન પણ રદ કરવામાં આવશે.
બ્લોક દરમિયાન ચર્ચગેટથી રાતના ૧૦.૫૮ વાગે ઊપડતી ચર્ચગટ-ગોરેગાંવ લોકલ બાંદરા સુધી જ દોડાવવામાં આવશે અને ગોરેગાંવ રાતના ૧૦.૧૨ વાગે ચર્ચગેટ માટે ઊપડતી ટ્રેન બાંદરાથી ઊપડશે. બ્લોક દરમિયાન સીએસએમટી-ગોરેગાંવ હાર્બર લાઈન સેવા સીએસએમટી અને બાંદરા સ્ટેશન વચ્ચે જ દોડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular