Ac Local In mumbai

Western Railwayએ મુંબઈગરાને આપી ભેટ! ચાલુ કરશે વધુ AC Local, જાણો વિગતો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ
Mumbai: મુંબઈગરાંને પશ્ચિમ રેલવેએ ભેટ આપવાની જાહેરાત કરી છે. 20 જૂનથી એસી લોકલના કાફલામાં વધુ આઠ લોકલ સેવાનો ઉમેરો કરવામાં આવશે એવું વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું. એટલે કે એસી લોકલની સંખ્યા 32થી 40 સુધી પહોંચી જશે.
પશ્ચિમ રેલવેના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, એસી લોકલની માગણી અને તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તથા પ્રવાસીઓના પ્રવાસને વધુ આરામદાયક બનાવવા માટે 20 જૂનથી વધુ આઠ એસી લોકલ શરૂ કરવામાં આવશે. આ સેવા સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. શનિવાર અને રવિવાર દરમિયાન પહેલેથી જે 32 એસી લોકલ દોડાવવામાં આવે છે તે નિયમિત રીતે ચાલુ રહેશે.
આઠ એસી લોકલ સેવા પૈકી ચાર અપ અને ચાર ડાઉન માર્ગ પર દોડાવવામાં આવશે. અપ દિશામાં વિરાર-ચર્ચગેટ, વિરાર-દાદર, વસઈ-ચર્ચગેટ અને મલાડ-ચર્ચગેટ વચ્ચે દોડાવવામાં આવશે. તેવી જ રીતે ડાઉન માર્ગ પર દાદર-વિરાર, ચર્ચગેટ-વિરાર, ચર્ચગેટ-વસઈ અને ચર્ચગેટ-મલાડ વચ્ચે દોડાવવામાં આવશે.
નોંધનીય છે કે મે મહિનામાં એસી લોકલના ભાડામાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો. જે બાદ એસી લોકલમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો. સૂત્રોએ આપેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં 19,761 પ્રવાસીએ એસી લોકલમાં પ્રવાસ કર્યો હતો ત્યારે મે મહિનામાં આ સંખ્યા વધીને 30,112 સુધી પહોંચી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.