West Bengal Violence: BJP કાર્યકરોએ પોલીસકર્મીને માર્યા, ગાડી સળગાવી, મહુઆ મોઇત્રાએ કહ્યું તોફનીઓના ઘરે બુલડોઝર મોકલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગઈકાલે મંગળવારે કોલકાતામાં(Kolkata) બીજેપીનું પ્રદર્શન હિંસક(Violence) બન્યું હતું. ભાજપના કાર્યકરોએ(BJP ) પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ વાહનોને સળગાવી દીધા હતા. સ્થિતિ કાબુમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી જાહેર સંપતિને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું હતું. આ બાબતે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે ‘જો બંગાળ ‘ભોગી જી’ અજય બિષ્ટના મોડલનો ઉપયોગ કરે તો શું થશે. ગઈકાલે જાહેર સંપત્તિનો નાશ કરનારા ભાજપના કાર્યકરોના ઘરે બુલડોઝર મોકલવામાં આવે? શું ભાજપ હજુ પણ તેની નીતિને વળગી રહેશે કે પછી બદલશે?, મહુઆ મોઇત્રાએ યુપીની યોગી સરકાર પર કટાક્ષ કર્યો, જ્યાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરનારાઓના ઘરો તોડવા માટે બુલડોઝર મોકલવામાં આવે છે.
ગઈકાલે કોલકાતામાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક જગ્યાએ પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, ભાજપ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસે તેમના પક્ષના કાર્યકરો સામે કોઈપણ કારણ વગર કાર્યવાહી કરી છે. પરંતુ મોડી સાંજે કોલકાતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બીજેપીનો ઝંડો લઈને આવેલા કેટલાક લોકો પોલીસકર્મી પર હુમલો કરી રહ્યા છે. કેટલાક લોકો તે પોલીસકર્મીને લાકડીઓથી મારતા હતા. સમગ્ર વીડિયોમાં પોલીસકર્મી પોતાને બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ભાજપનો ઝંડો પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

“>

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીએસ શ્રીનિવાસે એક વિડિયો ટ્વિટ કર્યો છે, જેમાં કેસરી ટી-શર્ટમાં એક વ્યક્તિ પોલીસ વાનમાં રાખવામાં આવેલા ટુવાલને આગ લગાડવા માટે સિગારેટ લાઇટરનો ઉપયોગ કરતો જોવા મળે છે. આ વીડિયોને ટ્વીટ કરતા બીએસ શ્રીનિવાસે લખ્યું કે જરા ઓળખો, પશ્ચિમ બંગાળમાં કઈ પાર્ટીના ‘રાષ્ટ્રવાદી તોફાનીઓ’ પોલીસની જીપ સળગાવી રહ્યા છે?

“>

તેમણે બીજો વીડિયો ટ્વીટ કર્યો, જેમાં એક વ્યક્તિ ભાજપનો ઝંડો લહેરાવતો અને પોલીસના વાહનમાં તોડફોડ કરતો જોવા મળે છે. કેપ્શનમાં તેણે પીએમ નરેન્દ્ર મોદીના અગાઉના નિવેદનો પર કટાક્ષ કર્યો અને લખ્યું કે મને ખાતરી છે કે વડાપ્રધાન આ તોફાનીઓને તેમના કપડા, ઝંડા જોઈને ઓળખશે અને તેમને દિલથી ક્યારેય માફ નહીં કરે..!

“>

જો કે ભાજપે આ આરોપોને ખોટા ગણાવ્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું, અમારા કાર્યકર પાસે કોઈ હથિયાર નહોતું. તૃણમૂલ કોંગ્રેસના જેહાદીઓએ આવીને હિંસા કરી હશે. પાર્ટીએ દાવો કર્યો છે કે પોલીસની ઉશ્કેરણી પર હિંસા શરૂ થઈ હતી.
તે જ સમયે કલકત્તા હાઈકોર્ટે હિંસા પર મમતા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.