Homeદેશ વિદેશક્રિકેટર અને તેની પત્નીના વિવાદ સંબંધિત વીડિયો હટાવવાનો HCએ આપ્યો આદેશ, જાણો...

ક્રિકેટર અને તેની પત્નીના વિવાદ સંબંધિત વીડિયો હટાવવાનો HCએ આપ્યો આદેશ, જાણો શું હતો મામલો

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતાં. બંનેએ એકબીજાની છબી ખરડવાના પ્રયાસો કર્યા હતાં. આ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા તથા યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઈ થઈ રહ્યા છે ત્યારે આ સંદર્ભે કોલકાતા હાઈ કોર્ટે યુટ્યૂબના એ તમામ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. હસીન જહાં પર વ્યક્તિગત પ્રહારો કરવામાં આવ્યા છે, તેના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે અને તેને બદનામ કરવામાં આવી હોય એવા વીડિયોને ડિલિટ કરવાનો આદેશ કોર્ટે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભવિષ્યનાં આ પ્રકારની કોઈપણ સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં ન આવે તથા ઓટીટી પ્લેટફોર્મ્સને પણ આ આદેશનું પાલન કરવાનું જણાવ્યું હતું.

કોલકાતા હાઈ કોર્ટના જજ રાજશેખર મંથાએ હસીન જહાંને પોસ્ટ અને વીડિયો શોધવા તથા પોલીસને પોતાની યાદી આપવાનો આદેશ આપ્યો છે. પોલીસ એ વીડિયો હટાવવાનું કામ કરશે. મળતી માહિતી અનુસાર હસીન જહાંએ તેના અપમાનજનક વીડિયોની લિસ્ટ પોલીસને આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચેનો વિવાદ ચર્ચાનું કારણ બન્યો હતો અને આ મુદ્દાને લઈને હસીન જહાંએ 2019નાં હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને કહ્યું હતું કે, પતિ-પત્નીના ઝઘડાને સોશિયલ મીડિયો પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને ટ્રોલર્સ તેનું અપમાન કરી રહ્યા છે અને ધમકી પણ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular