વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈની મુલાકાત વખતે તેમને ગણપતિની મૂર્તિ આપી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું, જ્યારે દાઉદી વ્હોરા કોમની સૈફી અકાદમી અલ- જામેઅતુસ- સૈફિયાના ઉદ્ઘાટન વખતે પણ સમુદાયે તેમને આવકાર્યા હતા. (અમય ખરાડે અને જયપ્રકાશ કેળકર)