Homeઆમચી મુંબઈનવા વર્ષનું સ્વાગત બેસ્ટની ઓપન ડેક બસમાં કરો

નવા વર્ષનું સ્વાગત બેસ્ટની ઓપન ડેક બસમાં કરો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષનું સ્વાગત મુંબઈગરા બેસ્ટની ઓપન ડબલ ડેકર બસમાં ફરીને કરી શકશે. બેસ્ટ દ્વારા શનિવારે મોડી રાતના આ ઓપન બસ દક્ષિણ મુંબઈના રૂટ પર દોડાવવામાં આવવાની છે.
આ વખતે અઠવાડિયા પહેલાથી જ લોકો ક્રિસમસ સહિત નવા વર્ષની ઉજવણી કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે. પર્યટકોની ભીડને જોતા બેસ્ટ ઉપક્રમે મુંબઈના વિવિધ ભાગમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગયા વર્ષ કરતા બમણી એટલે કે ૫૦ વધારાની બસ દોડાવવાની છે. તો પર્યટકોમાં આકર્ષણરૂપ બની રહેલી ખુલ્લી ઓપન ડેકર બસને પણ શનિવારે દોડાવવામાં આવવાની છે.
પર્યટકોની માગણીને ધ્યાનમાં રાખીને બેસ્ટની ડબલ ડેકર ઓપન બસ શનિવાર, ૩૧ ડિસેમ્બરના રાતથી પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ના વહેલી સવાર સુધી દોડાવવામાં આવશે. તેથી નવા વર્ષના સ્વાગત અને નવા વર્ષનો સૂર્યોદય મુંંબઈગરા અને પર્યટકો બેસ્ટની ખુલ્લી બસથી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular