ડિસેમ્બર મહિનાનું એક અઠવાડિયું પૂરું થયા પછી હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળતો નથી. આખા અઠવાડિયા દરમિયાન વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે, જેમાં દિવસની સાથે રાતે પણ ગરમીમાં વધારો થવાને કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળતી નથી. પ્રદૂષણમાં વધારાની સાથે વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનવ્યવહારની સાથે સાથે લોકલ ટ્રેનસેવા પર અસર પડી છે. (જયપ્રકાશ કેળકર)