ક્રિસમસ એ દુનિયાભરનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર છે અને આ તહેવાર દુનિયાભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. સામાન્યપણે લોકો મિત્રો અને પરિવારના સભ્યોને ગિફ્ટ આપીને આ તહેવાર સેલિબ્રેટ કરે છે પણ આ જ તહેવારને લઇને. દુનિયાભરમાં અલગ અલગ રિવાજો અને નિયમ છે જે જાણીને તમે ચોંકી જશો.
આવો જાણીએ કઈ રીતે લોકો ઉજવે છે આ તહેવાર-
પોર્ટુગીઝમાં આ દિવસે લોકો જમતી વખતે વધારાની થાળી પીરસે છે. આ પાછળની તેમની એવી માન્યતા છે કે આ દિવસે તેમના મૃત પ્રિયજન પણ એ દિવસે તેમની સાથે ટેબલ પર બેસીને જમે છે.
પોર્ટુગીઝથી નીકળીએ અને પહોંચીએ ઓસ્ટ્રીયા. ત્યાં ક્રિસમસના દિવસે પુરુષો રાક્ષસના વેશમાં આખો દિવસ રસ્તા પર ફરે છે. તેઓ બગડેલા બાળકોનું અપહરણ કરીને તેને નરક લઈ જવાના પ્રતીકરૂપે ઝંઝીર અને ટોપલી લઈ ને ફરે છે.
આ બધા વચ્ચે યુક્રેનમાં તો આની ઉજવણી સાવ અનોખી રીતે કરવામાં આવે છે. આ દિવસે ત્યાંના લોકો કરોળિયાના જાળા જેવી સજાવટથી ઘરને સજાવે છે. યુક્રેનની સંસ્કૃતિમાં કરોળિયાના જાળાને શુભ અને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે.
નોર્વેના લોકોની એવી માન્યતા છે કે ક્રિસમસ ઈવના દિવસે શૈતાની જાદુગરની જાદુઈ ઝાડુ લઈને પોતાના શિકારની શોધમાં ફરે છે. એટલે ત્યાંના લોકો આ દિવસે ઘરના ઝાડુ છુપાવી દે છે.
સ્પેનમાં લોકોની એવી માન્યતા છે કે નાતાલના દિવસે લાલ રંગની અંડરવેયર પહેરવી જોઈએ અને એટલું જ નહીં, એ દિવસે ત્યાંના લોકો કડકડતી ઠંડીમાં માત્ર અંડરવેયર પહેરીને રસ્તા પર દોડે છે.