કૉમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટર અચિંતા શેઉલીને સુવર્ણચંદ્રક

દેશ વિદેશ

 

બર્મિંગહામ: બ્રિટનમાં આયોજિત રાષ્ટ્રકુળ રમતોત્સવ (કૉમનવેલ્થ ગેમ્સ)માં વેઇટલિફ્ટિંગની ઇવેન્ટમાં ભારતના અચિંતા શેઉલી (૭૩ કિલો વર્ગ)ને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અચિંતા શેઉલીની આ સફળતા કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ત્રીજો સુવર્ણચંદ્રક અને ભારતની વેઇટલિફ્ટિંગ ટીમનો છઠ્ઠો ચંદ્રક છે. રવિવારે એનઇસી હૉલ ખાતેની સ્પર્ધામાં શેઉલીએ ૩૧૩ કિલો (૧૪૩ કિલો + ૧૭૦ કિલો ) વજન ઊંચકીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. શેઉલી સાથે જોરદાર સ્પર્ધા કરનારા મલયેશિયાના એરી હિદાયત મોહમ્મદે ૩૦૩ કિલો (૧૩૮ કિલો + ૧૬૫ કિલો ) વજન ઊંચકીને રજતચંદ્રક તથા કૅનેડાના શાદ દારસિગ્નીએ ૨૯૮ કિલો (૧૩૫ કિલો + ૧૬૩ કિલો ) વજન ઊંચકીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.
અચિંતા શેઉલીએ જણાવ્યું હતું કે સુવર્ણચંદ્રકની પ્રાપ્તિથી હું ખૂબ ખુશ છું. આ સ્પર્ધા માટે મેં ઘણી મહેનત કરી હતી. આ સિદ્ધિ સુધી મને પહોંચાડવા માટે મારા માતા, ભાઈ, મોરા કોચ અને લશ્કરી દળના મારા સાથીઓએ ઘણો ત્યાગ અને પરિશ્રમ કર્યો છે. આ ચંદ્રક મને જીવનની દરેક બાબતમાં મદદરૂપ થશે. આ ચંદ્રક હું મારા સ્વર્ગસ્થ પિતાશ્રી (તેઓ હૃદય રોગના હુમલાથી અવસાન પામ્યા હતા), ભાઈ અને મારા કોચ વિજય શર્માને અર્પણ કરું છું. અભ્યાસ-રિયાઝમાં ગફલત થાય તો વિજય શર્મા મને દીકરો સમજીને મને ઠપકો આપે છે. (એજન્સી)ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.