સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૦-૭-૨૦૨૨ થી તા. ૧૬-૭-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ મિથુન રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર પ્રારંભે વૃષભમાં રહી તા. ૧૩મીએ મિથુનમાં પ્રવેશે છે. શનિ વક્રી ગતિએ કુંભ રાશિમાંથી મકર રાશિમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃશ્ર્ચિકમાં રહી તા. ૧૨મીએ ધનુમાં, તા. ૧૪મીએ મકરમાં, તા. ૧૬મીએ કુંભમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં કામકાજમાં પરિવર્તનો, કાર્યપદ્ધતિ અપનાવી પડે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. કાર્યક્ષેત્રે તા. ૧૨, ૧૩, ૧૫ નાણાંવ્યવસ્થાની સફળતા દર્શાવે છે. ગૃહિણીઓના અનારોગ્યમાં ઝડપી સુધારો થાય. વિદ્યાર્થીઓના આત્મવિશ્ર્વાસમાં સૂર્ય-બુધ-શુક્ર ઉમેરો કરવામાં મદદરૂપ થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારના લાભ મેળવી શકશો. નોકરીમાં પ્રાપ્ત થનારા લાભ અને સગવડતાઓ આ સપ્તાહમાં સરળતાથી મેળવી શકશો. તા. ૧૦, ૧૩, ૧૫, ૧૬ કાર્યક્ષેત્રે મંત્રણાઓ સફળ દર્શાવે છે તથા નાણાંની અનુકૂળતાઓ દર્શાવે છે. મહિલાઓને કળા-હુન્નરની પ્રવૃત્તિઓમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં દઢ નિશ્ર્ચય, આત્મવિશ્ર્વાસ ઉપયોગી થઈ શકશે. નોકરીમાં અપેક્ષિત પરિવર્તનો ગોચરગ્રહ કરાવે તેમ છે. તા. ૧૦, ૧૩ની વાટાઘાટો સફળ રહેશે. નાણાં ખર્ચ ઉપર તકેદારી રાખવી જરૂરી છે. આવક જળવાય. મહિલાઓના કિંમતી સગવડતાના સાધનોની ખરીદી અનુકૂળ જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસના સાધનો સરળતાથી પ્રાપ્ત થાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના કામકાજ અર્થે લાંબા અંતરનો પ્રવાસ શક્ય છે. તા. ૧૦મીએ, ૧૨મીએ કાર્યક્ષેત્રની નાણાંની મૂંઝવણ દૂર થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સ્વતંત્ર પ્રયત્ને નિર્ણયો લેવામાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક વેપારમાં જોખમો ગોચરફળ દર્શાવતુ હોય સાવધાની રાખવી જરૂરી છે. નોકરીની પ્રવૃત્તિઓમાં પરિવર્તનો સ્વીકારવા પડે તેમ છે. તા. ૧૧, ૧૩, ૧૫ના કામકાજ લાભદાયી પુરવાર થશે. નાણાંની આવકની વૃદ્ધિ થયેલ જણાશે. મહિલાઓના કુટુંબના કામકાજ એકંદરે શુભ ફળદાયી જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મુસાફરી દ્વારા શૈક્ષણિક કામકાજ સંપન્ન થતાં જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફારો આવે તેમ છે. નોકરીમાં અપેક્ષિત કામકાજ અનુકૂળ બની રહેશે. કાર્યક્ષેત્રે તા. ૧૩, ૧૬ના નિર્ણયો એકંદરે રચનાત્મક બનતા જણાશે. મહિલાઓનો સપરિવાર પ્રવાસ આ સપ્તાહમાં સંપન્ન થતો જણાશે. વિદ્યાર્થીઓને સપ્તાહની શૈક્ષણિક પ્રવૃત્તિઓ યશસ્વી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તકનો ઉપયોગ થઈ શકશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૧૦, ૧૧, ૧૬ એકંદરે અર્થવ્યવસ્થા માટે સુખદ પુરવાર થશે. સ્થાવર મિલકતના નિર્ણયોમાં અનુકૂળતા અનુભવશો. નાણાંઆવક જળવાશે. મહિલાઓના નવા વિષયની જાણકારીના પ્રયત્નો સરળ બની રહેશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયી મિત્રો, કઠીન વિષયોમાં ઉપયોગી બની રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અધિક જોખમો ટાળવા જરૂરી છે. નોકરીના સહકાર્યકરો સાથે વાદવિવાદ ટાળવો જરૂરી છે. તા. ૧૫, ૧૬ના કાર્યક્ષેત્રના કામકાજ સરળતાથી સંપન્ન થશે. નવા નાણાં આવકના સ્તોત્રો નિર્માણ થાય. તા. ૧૧, ૧૪, ૧૫ના મહિલાઓના નોકરીના કામકાજ એકંદરે સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીના સહકાર્યકરોમાં ગેરસમજણ ટાળી શકશો. સ્વતંત્ર કારોબાર માટે તા. ૧૦, ૧૨, ૧૬ના નિર્ણયો સુખરૂપ બની રહેશે. તા. ૧૨, ૧૩ અને ૧૬ના કામકાજમાં મહિલાઓને યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું પડે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સહકાર્યકરોમાં માન-સન્માન મેળવશો. તા. ૧૧, ૧૪, ૧૬ કામકાજમાં લાભદાયી પુરવાર થશે. સ્વતંત્ર કારોબારમાં પરિવારજનોની જરૂરી મદદ મેળવશો. સહોદરો કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મહિલાઓને દૈનિક પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો દ્વારા અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સાધનો પ્રાપ્ત થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ અને દૈનિક વેપાર લાભદાયી થશે. નોકરીમાં હસ્તગત કાર્યો સહકાર્યકરોની મદદથી પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે તા. ૧૦, ૧૧, ૧૫, ૧૬ના કામકાજ સફળતાથી સંપન્ન થશે. મહિલાઓના આ સપ્તાહના હુન્નરલક્ષી કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અપેક્ષિત સાધન-સવલતો પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયો શુભ ફળદાયી પુરવાર થશે. નોકરીના કામકાજ અર્થે મુસાફરી સફળ રહેશે. સ્વતંત્ર કારોબારમાં તા. ૧૦, ૧૧, ૧૩, ૧૪ના કામકાજ યશવૃદ્ધિ કરાવશે. મહિલાઓના નોકરીના કામકાજ તા. ૧૨, ૧૩, ૧૫ના રોજ યશવૃદ્ધિ કરાવશે. વિદ્યાર્થીઓ આ
સપ્તાહમાં પરિવારની જવાબદારી છતાંય અધ્યયનમાં સફળ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.