સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૭-૭-૨૦૨૨ થી તા. ૨૩-૭-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ કર્ક રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં મંદ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મિથુન રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં મંદ ગતિએ વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૧૮મીએ મીન, તા. ૨૦મીએ મેષ રાશિમાં, તા. ૨૨મીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે અને સપ્તાહના અંત સુધી વૃષભ રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. નોકરી માટે તા. ૧૭, ૧૮, ૨૩ શુભ જણાય છે. મદદનીશ પ્રાપ્ત થાય. નાણાંની ઉઘરાણી સફળ થાય. મહિલાઓને સંતાનની જવાબદારીમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં રોકાણ અને વેપાર સફળ જણાશે. નોકરી માટે તા. ૧૮, ૧૯, ૨૩ના કામકાજ યશસ્વી પુરવાર થશે. તા. ૧૭, ૧૮, ૨૧, ૨૩ના કામકાજમાં પરિવારજનો ઉપયોગી થાય. નાણાંની કમાણીના સાધનો વધુ મજબૂત બની રહેશે. ગૃહિણીઓને વડીલોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસ એકાગ્રતાથી સંપન્ન થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરી માટે તા. ૧૭, ૧૯, ૨૨, ૨૩ના કામકાજ નિર્ણયાત્મક જણાય છે. કાર્યક્ષેત્રે જરૂરી સાધન સવલતો મેળવી શકશો. મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહમાં અભ્યાસના આયોજનો નિયમિતપણે જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ગેરદોરવણીથી સંભાળવું જરૂરી છે. નોકરી માટે તા. ૧૯, ૨૩ના કામકાજ એકંદરે સફળ પુરવાર થશે. કારોબારની જૂની નાણાં ઉઘરાણીની વસૂલી માટે સફળતા મેળવશો. સંતાનમાં શૈક્ષણિક જવાબદારીના કામકાજ માટે મહિલાઓને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના નવા અભ્યાસ માટેના સાધનો સરળતાથી પ્રાપ્ત થાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં કાળજીની આવશ્યકતા છે. નોકરી માટે તા. ૧૮, ૧૯, ૨૨ના જવાબદારીના કામકાજ અનુકૂળતાથી સંપન્ન થશે. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થાય. મહિલાઓ જાહેર જીવન, રાજકારણની પ્રવૃત્તિમાં સાવધાની દાખવવી જરૂરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સક્ષમ અને સફળ બની રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં કાર્યક્ષમતા અને અનુભવનો ઉપયોગ સફળ થતો જણાશે. નોકરીના સહકાર્યકરો તા. ૧૭, ૧૮, ૨૧, ૨૩મીએ ઉપયોગી થતાં જણાશે. કાર્યક્ષેત્રે રચનાત્મક, મૌલિક વિચારોનો અમલ થાય. નાણાંવ્યવસ્થા જળવાય. મહિલાઓમાં નોકરીના કામકાજમાં પરિવર્તનો શક્ય છે. વિદ્યાર્થીઓના દૈનિક અધ્યયનના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી જણાશે. નોકરીમાં તા. ૧૯, ૨૦, ૨૩ના નિર્ણયો યશસ્વી પુરવાર થશે. તા. ૧૭, ૧૮, ૨૩મીએ કાર્યક્ષેત્રે જરૂરી સાધનો પ્રાપ્ત કરશો. મહિલાઓને તા. ૧૭, ૧૮મીએ સંતાનની જવાબદારીમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અધ્યયનના કામકાજ નિયમિતપણે સફળ બની રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તકનો ઉપયોગ થઈ શકશે. નોકરીમાં તા. ૨૦, ૨૧મીએ સતર્કતા દાખવવી જરૂરી છે. કારોબારમાં સંતાન સામેલ થશે. પરિવારના સભ્યો મહિલાઓને તા. ૧૭, ૧૮, ૨૧, ૨૩મીએ ઉપયોગી થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના આયોજનો એકંદરે સફળ પુરવાર થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના રોકાણના નિર્ણયો લઈ શકશો. નોકરીમાં સહકાર્યકરો તા. ૧૭, ૧૮, ૨૨, ૨૩મીએ ઉપયોગી થશે. તા. ૧૭, ૧૮મીએ સહોદરોનો સહયોગ કાર્યક્ષેત્રે મેળવશો. તા. ૧૯, ૨૨, ૨૩મીએ મહિલાઓના પડોશ સંબંધોમાં મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓનો દૈનિક અભ્યાસ નિયમિતપણે એકાગ્રતાથી જળવાઈ રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સફળ વેપાર શક્ય જણાય છે. નોકરીમાં તા. ૧૮, ૨૧, ૨૩મીએ પરસ્પર મતભેદો દૂર થશે. તા. ૧૯, ૨૦, ૨૩મીએ નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. ગૃહિણીઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. મિત્રોમાં વિદ્યાર્થીઓને યશ પ્રાપ્ત થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનું નવું રોકાણ અપેક્ષાનુસાર થઈ શકશે. નોકરીમાં તા. ૧૨, ૧૮, ૨૧, ૨૨ સકારાત્મક નિર્ણયોનો અમલ દર્શાવે છે. કારોબારના નિર્ણયો લેવા માટે કુંભ રાશિના જાતકોને આ રાશિનું ગોચરફળ શુભ જણાશે. નાણાંની આવશ્યકતાઓ સંપન્ન થાય. મહિલાઓને તા. ૨૧, ૨૨, ૨૩મીએ કારોબારમાં યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને વાંચન, સાહિત્ય, સમયાનુસાર પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ જણાશે. નોકરીમાં તા. ૧૯, ૨૦, ૨૩ શુભ ફળદાયી જણાય છે. કારોબારમાં તા. ૧૭, ૧૮, ૨૩મીએ જીવનસાથી તથા ભાગીદાર ઉપયોગી થશે. મહિલાઓને પરિવારજનો માટે કિંમતી ચીજોની ખરીદી માટે સાનુકૂળતાઓ જણાય. વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધુ દૃઢત્તર બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.