સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

ઉત્સવ

તા. ૩૧-૭-૨૦૨૨ થી તા. ૬-૮-૨૦૨૨

ગ્રહગોચર: સમગ્ર સપ્તાહમાં સૂર્યનારાયણ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમગતિએ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધની ગતિ મિશ્ર છે. ગુરુ વક્રી ગતિએ મીન રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. શનિ વક્રી ગતિએ મકર રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૧લીએ ક્ધયા રાશિમાં, તા. ૪થીએ તુલા રાશિમાં, તા. ૬ઠ્ઠીએ વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામોમાં પરિવર્તનો આવે તેમ છે. નોકરીમાં તા. ૨, ૩, ૫ના કામકાજ ધાર્યા મુજબના સંપન્ન થતાં જણાશે. કારોબાર માટે નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. નાણાંવ્યવહાર જળવાઈ રહેશે. મહિલાઓને નવી નોકરીનો પ્રારંભ સફળ થતો જણાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાય.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. નોકરી માટે તા. ૩૧, ૧, ૪, ૫ના નિર્ણયો સકારાત્મક સફળ પુરવાર થશે. જાહેર જીવન, રાજકારણની પ્રવૃત્તિમાં સાવધાની રાખવી જરૂરી છે. કારોબારમાં અર્થવ્યવસ્થા સફળ બનશે. મહિલાઓને કુટુંબમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ જણાય.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબનું નાણારોકાણ શક્ય જણાય છે. તા. ૩૧, ૧, ૫, ૬ના નોકરીના કામકાજ માટે ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વતંત્ર કારોબારમાં જરૂરી મદદનીશ પ્રાપ્ત થશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મહિલાઓને નોકરીના કામકાજમાં નિયમિતતા જણાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. તા. ૨, ૩, ૬ના નોકરીના કામકાજ યશસ્વી પુરવાર થશે. સ્વતંત્ર કારોબારના નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં યશ પ્રાપ્તિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓનો દૈનિક અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના કામકાજમાં યોગ્ય માર્ગદર્શન મેળવશો. તા. ૩૧, ૧, ૪, ૫ના કામકાજ નોકરીમાં પ્રોત્સાહક બની રહેશે. જૂની ઉઘરાણીની પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. નવા કારોબારનો પ્રારંભ થાય. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતાનો અનુભવ થાય.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. તા. ૨, ૩, ૪ના નોકરીના કામકાજ યશસ્વી પુરવાર થશે. સ્વતંત્ર કારોબારના પ્રારંભ સફળ જણાય. મિત્રો ભાગીદાર ઉપયોગી થાય. મહિલાઓને શરીર, સ્વાસ્થ્ય જાળવણી માટે અનુકૂળતા જણાય. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાય.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના અનુભવ અને કાર્યક્ષમતાનો પૂર્ણપણે ઉપયોગ કરી શકશો. નોકરીમાં તા. ૩૧, ૧, ૪ના કામકાજ નિયમિત જણાશે. વ્યવસાય તથા સ્વતંત્ર પ્રવૃત્તિઓમાં મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. મહિલાઓ કાર્યક્ષેત્રે યશસ્વીપણું અનુભવશે. સપ્તાહમાં તુલા રાશિના જાતકોને અર્થવ્યવસ્થા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનું નવું રોકાણ અપેક્ષાનુસાર શક્ય જણાય છે. તા. ૩૧, ૧, ૪, ૫ના કામકાજ અપેક્ષા મુજબ નોકરીમાં યશસ્વી પુરવાર થશે. સાહસિકતાથી નવા કામકાજ પ્રારંભી શકશો. મહિલાઓને પરિવારમાં જૂની ગેરસમજણો દૂર થતી જણાશે. આરોગ્ય જળવાય. વિદ્યાર્થીઓને સપ્તાહમાં નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યાં મુજબનું નવું રોકાણ શક્ય જણાય છે. તા. ૩૧, ૧ના રોજ નોકરીમાં વિશિષ્ટ સફળતા મેળવશો. વેપારમાં તા. ૧, ૩, ૬ના કામકાજ યશસ્વી પુરવાર થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનુકૂળ તકો પ્રાપ્ત થાય.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ જણાશે. નોકરી માટે તા. ૨, ૩, ૪ ધ્યાનાકર્ષક જણાય છે. તા. ૩જી, ૪થીએ ભાગીદારમાં મતભેદનો ઉકેલ આવશે. મહિલાઓના પરિવારના જવાબદારીના કામકાજ અનુકૂળ જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિઓમાં સફળતાનો અનુભવ પ્રાપ્ત થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નવું રોકાણ શક્ય જણાય છે. નોકરી માટે ૩૧, ૧, ૩ અનુકૂળ જણાય છે. નવા આવકના સાધનો પ્રાપ્ત થાય. સાહસિકતાથી મહિલાઓ નવા કામકાજનો પ્રારંભ કરી શકે તેમ છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે પરિવારજનોનું પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરી માટે તા. ૩૧, ૧, ૫ શુભ જણાય છે. નાણાંની ઉઘરાણી માટે આ સપ્તાહમાં સફળ રહેશો. કરકસર દાખવવી પડે તેમ છે. મહિલાઓને સંતાનની જવાબદારીમાં અનુકૂળતા જણાય. વિદ્યાર્થઓના ઉચ્ચ અભ્યાસના નિર્ણયનો અમલ સરળ જણાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.