સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૮-૯-૨૦૨૨ થી તા. ૨૪-૯-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં મધ્યમ ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં મિશ્ર ગતિએ વક્રી ભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં સમ ગતિએ ભ્રમણ કરે છે. શનિ વક્રી ગતિએ મકર રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મિથુન રાશિમાં રહે છે. તા. ૨૦મીએ કર્ક રાશિમાં, તા. ૨૩મીએ સિંહ રાશિમાં આવી સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીના વેપારમાં અનુકૂળતા દર્શાવનારું ગોચરફળ છે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૨૧, ૨૩, ૨૪મીએ નિર્ણયો લેવામાં કાર્યક્ષેત્રે સ્વપ્રયત્ને સફળ રહેશો. રાજકીય, જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓને પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ તા. ૧૮, ૨૦, ૨૧મીએ નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત કરશો.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ દૈનિક સપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૧૮, ૨૦, ૨૧, ૨૩ શુભ જણાય છે. કાર્યક્ષેત્રની જરૂરી સાધન સામગ્રી મેળવી શકશો. આવકની વૃદ્ધિ થાય. મહિલાઓને જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ વાંચનમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં નાણાં રોકાણમાંથી અપેક્ષિત જરૂરી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૧૮મીએ જીવનસાથીનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. નાણાંની પ્રવાહિતા જળવાઈ રહેશે. સંતાનના જવાબદારીના કામકાજ તા. ૨૦, ૨૧મીએ મહિલાઓને સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયન ક્ષેત્રે એકાગ્રતા દાખવી સફળતા પ્રાપ્ત કરશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળતા પ્રાપ્ત કરશો. નોકરી અર્થે સ્થળાંતર, દૂરનો પ્રવાસ શક્ય છે. જૂનાં કોર્ટ કાયદાના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. તા. ૧૯, ૨૦, ૨૩મીએ નાણાં વ્યવસ્થાની મૂંઝવણમાં રાહત થશે. ગૃહિણીઓને સમગ્ર સપ્તાહમાં પરિવારની જવાબદારીના કામકાજમાં પરિવારજનોની મદદ મળતી રહેશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ થતો જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનો દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં તા. ૧૮, ૧૯, ૨૩, ૨૪ શુભ ફળદાયી જણાય છે. તા. ૧૮, ૧૯, ૨૦મીએ નાણાં વ્યવસ્થા જાળવવામાં સફળ રહેશો. મદદનીશની બદલી શક્ય છે. મહિલાઓને નબળા આરોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિર્ણયો લેવા માટે સ્વપ્રયત્ને સફળતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણનો નિર્ણય સ્વપ્રયત્ને અમલમાં મૂકી શકશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ પુરવાર થશે. તા. ૧૮મીએ કાર્યક્ષેત્રે વાટાઘાટો સફળ રહેશે. તા. ૨૦, ૨૧મીએ સામાજિક, રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓને આ સપ્તાહમાં પરિવારજનો સાથેના જૂનાં મતભેદો દૂર કરવા માટેની તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત થાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ અને દૈનિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧૮, ૧૯, ૨૩, ૨૪ શુભ પુરવાર થશે. મદદનીશ મેળવશો. નાણાંની આવકની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને સંતાનના જવાબદારીના કામકાજ સરળતાથી સંપન્ન થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપેક્ષિત સાધન સામગ્રી સરળતાથી પ્રાપ્ત કરશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થાય. ભાગીદાર સાથેના જૂનાં મતભેદનો ઉકેલ આવશે. જૂની નાણાં ઉઘરાણીની વસૂલી થાય. મહિલાઓના પડોશ મિત્ર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ વાંચનમાં નિયમિતતા જાળવવામાં સફળતા જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં, તેજીના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. આવકના સાધનો નિર્માણ થાય. મિલકત વિશેના નિર્ણયો સફળ બની રહેશે. આત્મવિશ્ર્વાસ દૃઢ બનવાથી મહિલાઓને નોકરી ક્ષેત્રે પ્રગતિ જાળવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ શિક્ષણ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ સ્વઅભ્યાસ દ્વારા શક્ય જણાય છે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૪ના નિર્ણયો નોકરીક્ષેત્રે સફળ બની રહેશે. મિલકતના નિર્ણયોનો અમલ સપ્તાહમાં જણાતો નથી. નાણાંની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિવર્તનો જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસના નિર્ણયો સફળતાથી સંપન્ન થતાં જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. પ્રવાસ દ્વારા નોકરીના જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. નવા કારોબારનો પ્રારંભ થાય. નાણાં આવકની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના નવા અભ્યાસના પ્રારંભમાં સફળતા જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન નાણાં રોકાણની તકો અનુસરી શકશો. નોકરી માટે તા. ૨૦, ૨૧, ૨૩, ૨૪ શુભ જણાય છે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. સહોદરોમાં મતભેદો દૂર થશે. નવા વેપારનો પ્રારંભ થાય. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.