પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૧-૯-૨૦૨૨ થી તા. ૧૭-૯-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. માસાન્તે તા. ૧૭મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી બુધ ક્ધયા રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી ગુરુ મીન રાશિમાં મધ્યમ ગતિએ ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં સમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મીન રાશિમાં રહે છે. તા. ૧૩મીએ મેષ રાશિમાં, તા. ૧૫મીએ વૃષભ રાશિમાં આવી સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણની શક્યતા જણાય છે. નોકરીમાં તા. ૧૩, ૧૬, ૧૭ના રોજ યશસ્વી નિર્ણયો લઈ શકશો. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. રાજકારણની પ્રવૃત્તિમાં યશ મેળવશો. મિત્રો સાથેના મહિલાઓના કારોબારના નિર્ણયો એકંદરે સફળ થતા જણાશે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સટ્ટાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૧૨, ૧૪, ૧૬, ૧૭મીએ નવા નાણાંઆવકના સાધનો મેળવી શકશો. મિલકતના નિર્ણયો તા. ૧૨, ૧૪, ૧૬મીએ લઈ શકશો. નવા આવકનાં સાધનો પ્રાપ્ત કરશો. કુટુંબના સદસ્યો, વડીલોનો સહયોગ મહિલાઓને તા. ૧૪, ૧૬, ૧૭મીએ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને શાળા, કોલેજના અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં સફળતા મળે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેની અપેક્ષિત તકો મેળવી શકશો. નોકરીમાં તા. ૧૩, ૧૪, ૧૬, ૧૭મીએ ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. ભાગીદારથી નાણાંની ઉપલબ્ધિ સરળ બનશે. તા. ૧૪, ૧૬મીએ નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને કુટુંબમાં તા. ૧૧, ૧૩, ૧૪મીએ વિવાદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થતા જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નોકરી અર્થે લાંબા અંતરનો પ્રવાસ આ સપ્તાહમાં શક્ય જણાય છે. નવા કારોબારનો પ્રારંભ સપ્તાહમાં સફળ થશે. જૂના કોર્ટ-કાયદાના સવાલોનો ઉકેલ આવશે. મિત્રોમાં મહિલાઓની ગેરસમજણો દૂર થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે સાનુકૂળ તકો જણાય છે. નોકરીની પ્રવૃત્તિઓમાં પુરુષાર્થ છતાંય સફળતા પ્રાપ્ત કરશો. નવા નાણાં પ્રાપ્તિના સાધનોની ઉપલબ્ધિ સરળ થતી જણાશે. કારોબારના કોર્ટ-કાનૂની સવાલોનો ઉકેલ સહજ બનતો જણાય. અર્થવ્યવસ્થા સાનુકૂળ બનતી જણાય. મહિલાઓ કુટુંબ માટેના પ્રાસંગિક જવાબદારીના કામકાજમાં સફળતા પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓના અધ્યયનનાં કામો નિયમિતપણે સંપન્ન થતાં જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નવા રોકાણના કામકાજમાં ધ્યાન આપી શકશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. જૂના ઉઘરાણીનાં નાણાંની વસૂલી સફળ થતી જણાશે. કારોબાર માટે મિત્રો, ભાગીદારની ઉપલબ્ધિ સરળ બનતી જણાશે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ વાંચન માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત થાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બનશે. નોકરીમાં માન-પાન મરતબો યશ પ્રાપ્તિ માટે ગોચર ગ્રહયોગો શુભ છે. કુટુંબ માટેના કારોબારમાં વડીલનો સહયોગ સરળતાથી પ્રાપ્ત કરશો. જીવનસાથીનો સહયોગ કાર્યક્ષેત્રે પણ પ્રાપ્ત થાય. સપ્તાહમાં નાણાંની વ્યવસ્થા સફળ થતી જણાશે. મહિલાઓને નોકરીના ક્ષેત્રોમાં પ્રગતિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રવૃત્તિમાં અનુકૂળતાઓ, સગવડતાઓ નિર્માણ થતી
જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તકનો સદુપયોગ કરી શકશો. નોકરીમાં હસ્તગત કામકાજમાં પરિવર્તનો શક્ય જણાય છે. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ થઈ શકશે. કારોબારના મિત્રો વ્યાપારીઓ સાથેનો જૂનો આર્થિક વ્યવહાર પૂર્ણ કરવામાં સફળ રહેશો. મિલકતની લેવડદેવડની પ્રવૃત્તિઓ એકંદરે સફળ રહેશે. મહિલાઓને પડોશ મિત્રોમાં જરૂરી વાર્તાલાપ સફળ થતો જણાશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓનો સહયોગ પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરી માટે તા. ૧૩, ૧૪, ૧૬ના કામકાજ યશસ્વી પુરવાર થશે. અકારણ નાણાંખર્ચ ટાળી શકશો. નાણાંઆવકના નવાં સાધનો પ્રાપ્ત થાય. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ થઈ શકશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહના વાંચન અભ્યાસના કામકાજ સફળ બની રહેશે.

મકર (ખ. જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજમાં પ્રગતિ અનુભવશો. નોકરીમાં તા. ૧૪, ૧૬ના કામકાજ સ્વપ્રયત્ને સંપન્ન થતાં જણાશે. મિત્રોમાં આર્થિક વ્યવહારો પૂર્ણ થાય. મહિલાઓને નવી નોકરીના પ્રારંભમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને વાંચન, અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની અનુકૂળ તકો પ્રાપ્ત કરશો. નોકરીમાં તા. ૧૨, ૧૩, ૧૬ના કામકાજ યશસ્વી જણાશે. વેપારમાં નાણાં રોકાણ માટેના સફળ નિર્ણયો લઈ શકશો. નવા વેપારી સંબંધોમાં પ્રથમ વખતની વાટાઘાટો સફળ નીવડશે. મહિલાઓને મદદનીશ નોકર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ ૧૩, ૧૫, ૧૬ના રોજ અભ્યાસ વાંચનની જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના નવા રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૭ અનુકૂળ જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. ભાગીદાર સાથેની અપેક્ષિત વાટાઘાટો સફળ પુરવાર થશે. મહિલાઓને પતિનો સહયોગ તા. ૧૪, ૧૬, ૧૭મીએ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ વાંચનમાં પુરુષાર્થ સફળ થતો જણાશે.

 

Google search engine