સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

 પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૮-૮-૨૦૨૨ થી તા. ૩-૯-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સિંહ રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં મધ્યમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૨૯મીએ ક્ધયા રાશિમાં, તા. ૩૧મીએ તુલા રાશિમાં, તા. ૨જીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે ને સપ્તાહના અંતે ચંદ્ર વૃશ્ર્ચિક રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં તા. ૨૯, ૩૦, ૩ અનુકૂળ જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. કાર્યક્ષેત્રે પરિવર્તનો શક્ય છે. મહિલાઓ કિંમતી ચીજવસ્તુની ખરીદી માટે અનુકૂળતાઓ અનુભવશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધન સામગ્રી તા. ૨૯, ૩૦, ૨જીએ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ અનુકૂળ રહેશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ આ સપ્તાહમાં પૂર્ણ થશે. તા. ૨૮, ૩૦, ૨, ૩ના રોજ નાણાંની અનુકૂળતાઓ નિર્માણ થાય. કાર્યક્ષેત્રે નવા આર્થિક નિર્ણયો સફળતાથી લઈ શકશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે તા. ૩૦, ૩૧, ૧લીએ સરળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ લાભદાયી થશે. તા. ૨૯, ૩૦, ૨, ૩ના રોજ નોકરીના કામકાજો સફળતાથી સંપન્ન થતા જણાશે. નાણાંની ઉઘરાણીની પ્રવૃત્તિઓ એકંદરે સફળ બની રહેશે. નવા આવકના સાધનો નિર્માણ થશે. પ્રવૃત્તિઓમાં પ્રગતિ અને ઉત્સાહનો અનુભવ થાય. મહિલાઓને નોકરીમાં જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા અનુભવશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નફો મેળવી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. તા. ૨૯મીએ સહોદરોનો સહયોગ પ્રાપ્ત થાય. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સહજતાથી થઈ શકશે તથા કારોબારમાં યશ પ્રાપ્ત કરશો. તા. ૩૦મીએ સંતાનના જવાબદારીના કામકાજમાં મહિલાઓને સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને તા. ૨૯, ૩૦, ૩ના રોજ અભ્યાસના સાધનો સરળતાથી પ્રાપ્ત થતા જણાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણના તથા દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ એકંદરે અનુકૂળ બની રહેશે. નોકરી માટે તા. ૨૯, ૩૦, ૨, ૩ના નિર્ણયો શુભ પુરવાર થશે. નવા કામકાજ, નવીન કાર્યપદ્ધતિ ઈત્યાદિ માટે ગોચરફળ શુભ છે. નાણાંવ્યવસ્થા એકંદરે અનુકૂળ બની રહેશે. મિત્રો દ્વારા સપ્તાહમાં મહિલાઓને કાર્યક્ષેત્રે અનુકૂળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યચનમાં જૂની મૂંઝવણોમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારની કાર્યપદ્ધતિમાં વિશિષ્ટ ઉપયોગી પરિવર્તનો લાવવામાં સફળ રહેશો. નોકરીના સ્થળમાં તથા કામકાજમાં પરિવર્તનો જણાય છે. સહોદરો સાથેના વ્યવહારમાં શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં સફળ રહેશો. કારોબારમાં નાણાંઆવકની વૃદ્ધિ થશે. વ્યાપારમાં નવા આર્થિક સંબંધો નિર્માણ થશે. મહિલાઓને તીર્થપ્રવાસ પર્યટનના આયોજનમાં સાનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસના નવા વિષયોની જાણકારી પ્રાપ્ત થાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થાય. પરંતુ પ્રગતિ જળવાઈ રહેશે. મિલકતના નિર્ણયો ઉતાવળે લેવા નહિ. પરંતુ જરૂરી સાધનો કારોબાર માટે મેળવી શકશો. કાર્યક્ષેત્રે ભાગીદાર તથા સહયોગી મિત્રો ઉપયોગી થતાં જણાશે. સંતાનના જવાબદારીના કામકાજમાં મહિલાઓને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના મિત્રો તથા ઉપરી અધિકારીનો સહયોગ સરળતાથી મેળવી શકશો. મિત્રોમાં ગેરસમજણ દૂર થશે. સહોદરો સાથેના નાણાવ્યવહાર પણ સફળતાથી સંપન્ન થશે. કુટુંબના કારોબારમાં પ્રગતિ થાય. નાણાઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓના પડોશ મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કૌટુંબિક જવાબદારીઓમાં મહિલાઓને પણ સફળતા જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળતાઓ જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં હસ્તગત કાર્યોમાં પરિવર્તન શક્ય જણાય છે. તા. ૨૯, ૩૦, ૧, ૨ના નિર્ણયોમાં પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત કરશો. નાણાવ્યવસ્થા એકંદરે સાનુકૂળ બની રહેશે. નાણાઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓને કુટુંબના પ્રસંગોમાં અનુકૂળતાઓ જણાશે. સંબંધીઓનો સુખદ અનુભવ કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વૈવિધ્યસભર નાણારોકાણ શક્ય જણાય છે. નવા નોકરીના કામકાજમાં સરળતા અને સફળતા અનુભવશો. તા. ૨૮, ૩૦, ૧લી અપેક્ષા મુજબ સુખદ પુરવાર થશે. કારોબારનો વિકાસ થયેલો અનુભવશો. જૂનાં નાણાંની ઉઘરાણીની વસૂલી થાય. મિત્રોમાં મહિલાઓને યશ પ્રાપ્તિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. વિદ્યાર્થીઓને સપ્તાહમાં અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણના નિર્ણયોમાં અનુકૂળતા જણાશે તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ નાણાંલાભ અપાવશે. પ્રવાસ દ્વારા નોકરીના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. સાહસિકતાથી નવીન કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મિત્રો દ્વારા મહિલાઓને કાર્યક્ષેત્રે સાનુકૂળ તકો પ્રાપ્ત થશે. નાણાંવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસના સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના પ્રયત્નોમાં એકંદરે સ્વનિર્ણયો સફળ જણાશે. નોકરી માટે આ સપ્તાહમાં તા. ૨૯, ૩૦, અનુકૂળ જણાય છે. પ્રવાસ દ્વારા વેપારના કારોબારના કામકાજ એકંદરે સફળ બની રહેશે. વડીલોનો સહયોગ પરિવારના કામકાજમાં પ્રાપ્ત થશે. મહિલાઓને પડોશ મિત્રોનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.