Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૭-૧૧-૨૦૨૨ થી તા. ૩-૧૨-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમગતિએ વૃષભ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. બુધ અતિચારી ગતિએ પ્રારંભે વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૩જીએ ધનુ રાશિમાં પ્રવેશે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મકર રાશિમાં પ્રવેશે છે. તા. ૨૯મીએ કુંભ રાશિમાં, તા. ૧લીએ મીન રાશિમાં આવી અહીં સપ્તાહના અંત સુધી મીન રાશિમાં
રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના સોદામાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. તા. ૨૮, ૨૯ના કામકાજ કાર્યક્ષેત્રે સફળ પુરવાર થશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. ભાગીદારની વાટાઘાટો સફળ પુરવાર થશે. તા. ૨૮, ૨૯, ૩૦મીએ મહિલાઓને નોકરીની પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સ્વતંત્રપણે સફળ પુરવાર થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનો દૈનિક સાપ્તાહિક વેપાર સાવધાની સૂચવે છે. નોકરીના કામકાજમાં ગોચરફળ તથા દઢ મનોબળ ઉપયોગી પુરવાર થશે. તા. ૨૮, ૨૯, ૨, ૩ના કામકાજમાં જરૂરી અર્થવ્યવસ્થા સંપન્ન થઈ શકશે. સપ્તાહમાં નવા આવકનાં સાધનો નિર્માણ થશે. મહિલાઓને પડોશ સંબંધોમાં વાદવિવાદ હળવા થતાં જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે અપેક્ષિત તકો પ્રાપ્ત થતી જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણના વેચાણમાંથી નાણાં મેળવી શકશો. સપ્તાહના અંતે મિલકતનો નિર્ણય લઈ શકશો. તા. ૨૭, ૧લી, ૨જીએ નવા કારોબારના સંબંધો નિર્માણ થશે. મિત્રો સાથેના કામકાજમાં યશસ્વી નિર્ણયો લઈ શકશો. નાણાંની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓના સહપરિવાર પ્રવાસના નિર્ણયો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અપેક્ષાનુસાર અભ્યાસની પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન સવલતો પ્રાપ્ત થતાં રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયોમાં સફળ રહેશો. નોકરીના કામકાજ અર્થે લાંબા અંતરનો પ્રવાસ, રહેઠાણની બદલી પણ શક્ય છે. તા. ૨૮, ૨૯મીએ ભાગીદારનો સહયોગ મેળવશો. કોર્ટ-કાનૂની સવાલોનો ઉકેલ આવશે. જૂનાં ઉઘરાણીનાં નાણાંની વસૂલી શક્ય છે. મહિલાઓના સહપરિવાર પ્રવાસ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓ એકંદરે સફળ નિર્ણયો લઈ શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૨૮, ૨૯, ૧લીએ કારોબારના સફળ નિર્ણયો લઈ શકશો. મિલકત વાહનની પ્રાપ્તિ શક્ય જણાય છે. નાણાવ્યવસ્થા અનુકૂળ બની રહેશે. મહિલાઓ પરિવાર માટે જરૂરી ચીજવસ્તુઓ, સાધનો પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસની મૂંઝવણમાં શિક્ષકનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સ્વપ્રયત્ને શેરબજારના વેપાર અને રોકાણના નિર્ણયો સરળતાથી લઈ શકશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૩૦, ૧, ૨ના રોજ કારોબારના સહકાર્યકરો, મિત્રો ઉપયોગી થશે. સહોદરો સાથેના પરિવારના કામકાજ સફળ બની રહેશે. નાણાવ્યવસ્થા સફળ બની રહેશે. ગૃહિણીઓને પડોશ મિત્રોમાં સફળતાપૂર્વકના પ્રસંગો સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ થતાં જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યોગ્ય જરૂરી માર્ગદર્શન દ્વારા નવા રોકાણ માટે સફળ નિર્ણયો લઈ શકશો. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૨૭, ૧, ૨, ૩ સંપૂર્ણ પુરુષાર્થમય જણાય છે. કાર્યક્ષેત્રે પરિવારનાં સ્વજનોની મદદ મેળવશો. મહિલાઓને વાહન, કારોબાર માટે જરૂરી સાધનો મેળવવામાં અનુકૂળતા જણાશે. સંતાનની શૈક્ષણિક જવાબદારીના કામકાજ પૂર્ણ થશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું રોકાણ અને લે-વેંચના વેપારનું કામકાજ સફળ રહેશે. નોકરીમાં સહકાર્યકરો સાથેનો વિવાદૃ ટાળી શકશો. મિલકતના લેવડદેવડના નિર્ણયો સફળ બની રહેશે. વેપારની નાણાઆવક જળવાઈ રહેશે. મહિલાઓને તા. ૨૮, ૨૯, ૨, ૩ અપેક્ષામુજબ સફળતાની અનુભૂતિ કરાવશે. વિદ્યાર્થીઓના નવા અભ્યાસના વિષયો એકંદરે સફળ પુરવાર થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તકનો અમલ થઈ શકશે. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો શક્ય છે. નવા નાણાઆવકના સાધનો મેળવશો. જૂની નાણાઉઘરાણીની વસૂલી સફળ પણ થાય. ભાગીદાર સાથેનો નાણાવ્યવહાર સફળ બની રહેશે. મહિલાઓને કુટુંબજીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ અનુકૂળ બનતી જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કમકાજ સફળ પુરવાર થશે. નોકરી માટે તા. ૨૮, ૨, ૩ શુભ પુરવાર થશે. તા. ૨૮, ૩૦, ૧લીએ કારોબારના મિત્રો સાથેના વિવાદૃનો ઉકેલ આવશે. કોર્ટ-કાયદાના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. ગૃહિણીઓને સંતાનની શેક્ષણિક પ્રવૃત્તિઓમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદૃરે સ્વતંત્રપણે સાકાર થતાં જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૨૭, ૩૦, ૧લીએ નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. મકાન-મિલકતના નિર્ણયો લઈ શકશો. મુસાફરી દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને સહોદરો સાથેના, કુટુંબીજનો સાથેના મતભેદોમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના સપ્તાહના નિર્ણયો સફળ બની રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષિત વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. ભાગીદારીની સફળતા અનુભવશો. નાણાંના આયોજનો, વાહન-મિલકતની ખરીદીના નિર્ણયોનો અમલ સરળતાથી થઈ શકશે. મહિલાઓના નોકરીના કામકાજ નિયમિતપણે પૂર્ણ થતાં જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં અનુકૂળતા જણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular