પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૪-૮-૨૦૨૨ થી તા. ૨૦-૮-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ કર્કમાંથી સિંહમાં તા. ૧૭મીએ પ્રવેશે છે. મંગળ વૃષભ રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં વક્રીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભમાંથી મીનમાં તા. ૧૪મીએ પ્રવેશે છે. તા. ૧૬મીએ મેષમાં પ્રવેશે છે. તા. ૧૯મીએ વૃષભમાં પ્રવેશે છે અને સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧૫, ૧૮, ૨૦ અનુકૂળ જણાય છે. નવા કારોબારમાં, નવું રોકાણ જન્મકુંડળીના આધારે કરવું જરૂરી છે. નાણાં આવક જળવાશે. મહિલાઓને સહપરિવાર મુસાફરીના આયોજનમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ પુરુષાર્થથી નિયમિતપણે જળવાઈ રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૯, ૨૦ અનુકૂળ બની રહેશે. નવા કારોબારના પ્રારંભમાં અનુકૂળતા છે. મિત્રોનો સહયોગ કારોબારના પ્રાપ્ત થાય. ગૃહિણીઓને પરિવારની જવાબદારીમાં વડીલોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ એકાગ્રતાથી જળવાઈ રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નવું રોકાણ સફળ રહેશે. તા. ૧૫, ૧૬, ૧૮ નોકરીમાં ઉપયોગી પુરવાર થાય. મિલકતના નિર્ણયો સફળ રહેશે. નાણાં આવકના આયોજનો અનુકૂળ બની રહેશે. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસનો નિર્ણય સફળ બની રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ અનુકૂળ બની રહેશે. ભાગીદારનો કાર્યક્ષેત્રે સહયોગ સરાહનીય બની રહેશે. નાણાં આવકના સાધનો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓને કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસની સાધન સામગ્રી પ્રાપ્ત થાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૧૪, ૧૮, ૧૯, ૨૦ની પ્રવૃત્તિઓમાં સફળતા દર્શાવે છે. સ્વતંત્ર કારોબારનો પ્રારંભ શક્ય છે. અર્થવ્યવસ્થા વધુ સાનુકૂળ બની રહેશે. મિત્રવર્તુળમાં મહિલાઓનું વર્ચસ્વ વધે તેમ છે. મુસાફરી સફળ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસના સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અને સાપ્તાહિક દૈનિક વેપાર સફળ બની રહેશે. નોકરીમાં તા. ૧૪, ૧૫, ૧૬, ૨૦ના કામકાજ ધાર્યા મુજબના સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે સરકારી કામકાજ પૂર્ણ થઈ શકશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબમાં અનુકૂળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૮, ૧૯ અનુકૂળ બની રહેશે. કાર્યક્ષેત્ર માટે જરૂરી સાધન સગવડતા, સ્થળ પ્રાપ્ત કરશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મિત્રો સાથેના કામકાજ અંગે મહિલાઓની મંત્રણા, વાટાઘાટો અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસમાં અનુકૂળતાઓ સગવડતાઓ પ્રાપ્ત થતી જણાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીમાં તા. ૧૬, ૧૭, ૧૮ લાભદાયી પુરવાર થશે. નવા નાણાં આવકના સાધનો પ્રાપ્ત થાય. મિલકતની ખરીદીની શક્યતા ગોચરફળ દર્શાવે છે. મહિલાઓના પડોશ મિત્રો સાથેના સંબંધો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરીમાં તા. ૧૪, ૧૮, ૧૯, ૨૦ના કામકાજમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના પ્રયત્નો સફળ બની રહેશે. મિલકતની પ્રવૃત્તિઓ એકંદરે સફળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાં લાભ મેળવશો. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૯, ૨૦ સફળતાસૂચક છે. નોકરીમાં ઉપરી અધિકારીની મદદ મેળવશો. કુટુંબના કારોબારમાં વડીલનો સહયોગ મેળવશો. નાણાંની આવકની વૃદ્ધિ થશે. પ્રવાસ માટે મહિલાઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ નવું અપેક્ષિત વાંચન, સાહિત્ય પ્રાપ્ત કરશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરશો. નોકરીમાં તા. ૧૪, ૧૭, ૧૮ના કામકાજ સરાહનીય પુરવાર થશે. કાર્યક્ષેત્રે જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ થશે તથા નવા આવકના સાધનો નિર્માણ થશે. પ્રવાસ દ્વારા મહિલાઓના નોકરીના કામકાજ પણ સંપન્ન થાય તેમ છે. પરિવારના પ્રસંગો સંપન્ન થવામાં સફળતા મેળવશો. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે એકાગ્રતા અને નિયમિતતા જાળવવામાં સફળતા જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ, દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં નવા કામકાજની જવાબદારી મેળવશો. કાર્યક્ષેત્રે યશ-સફળતા મેળવશો. મિત્રોથી કાર્યક્ષેત્રે અપેક્ષિત સહયોગ પ્રાપ્ત કરશો. મહિલાઓના પરિવારના કામકાજના નિર્ણયો સરળ પુરવાર થશે. વિદ્યાર્થીઓ નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરશે.

Google search engine