સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૭-૮-૨૦૨૨ થી તા. ૧૩-૮-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાંથી તા. ૧૦મીએ વૃષભમાં, બુધ સિંહ રાશિમાં, વક્રી ગુરુ મીન રાશિમાં, શુક્ર મિથુન રાશિમાં, વક્રી શનિ મકર રાશિમાં, રાહુ મેષ રાશિમાં, ચંદ્ર પ્રારંભે, વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૮મીએ ધનુ રાશિમાં, તા. ૧૦મીએ મકરમાં, તા. ૧૨મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વેપાર તથા રોકાણના નિર્ણયો અનુકૂળ પુરવાર થશે. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૨ શુભ પુરવાર થાય. કારોબારમાં વિશિષ્ટ પરિવર્તનો લાવી શકો તેમ છે. નવા નાણાં આવકના સાધનો નિર્માણ થાય. મહિલાઓને કુટુંબના પ્રસંગોમાં યશસ્વીપણું અનુભવાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. તા. ૭, ૮, ૧૨, ૧૩ના કામકાજ નોકરીમાં સ્વપ્રયત્ને સફળતાથી પૂર્ણ કરી શકશો. નાણાં ઉઘરાણીના પ્રયત્નોમાં સફળતા મેળવશો. સહોદરો કાર્યક્ષેત્રે ઉપયોગી થાય. મહિલાઓને કુટુંબના મતભેદોમાં રાહત અને ઉકેલ જણાય. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોની અધ્યયનની પ્રવૃત્તિઓમાં મદદ પ્રાપ્ત થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. તા. ૭, ૮, ૧૦, ૧૩ના નોકરીના કામકાજમાં સહઅધ્યાયીઓ ઉપયોગી થશે. કારોબારમાં નવી ભાગીદારીની રચના સાકાર થાય તેમ છે. કારોબારની નાણાંની વ્યવસ્થા સફળ બની રહેશે. મહિલાઓને નોકરીમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કામકાજ નિયમિત જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. તા. ૭, ૮, ૯, ૧૦, ૧૧ના નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. મુસાફરી દ્વારા કારોબારના વિકાસના કામકાજમાં સફળતા મેળવશો. હસ્તગત કાર્યોમાં પણ યશ મેળવશો. મહિલાઓને પરિવારની જવાબદારીઓમાં યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળ તકો નિર્માણ થતી જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર અને રોકાણ માટે સફળતા જણાય છે. નોકરીમાં તા. ૯, ૧૦, ૧૧ના નિર્ણયો પ્રોત્સાહક બની રહેશે. મિત્રો દ્વારા વેપારના નાણાંના જરૂરિયાતના કામકાજ પૂર્ણ થાય તેમ છે. નવીન આવકના સાધનો પણ પ્રાપ્ત કરશો. ગૃહિણીઓને કુટુંબ જીવનના યશસ્વી અનુભવોની અનુભૂતિ થાય. વિદ્યાર્થીઓને જરૂરી વાંચન સામગ્રી સમય અનુસાર પ્રાપ્ત થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં મિત્રો દ્વારા જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થવાથી નાણાં રોકાણની પ્રવૃત્તિમાં પ્રગતિ જણાય. નોકરીનાં સ્થળની બદલી શક્ય છે. કારોબારમાં તા. ૭, ૮, ૧૨, ૧૩ના કામકાજ સફળ થતા દર્શાવે છે. મહિલાઓને નવી નોકરી માટેની તક પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવા સાધનો પ્રાપ્ત થાય તથા સંશોધનના કામકાજમાં યશ મેળવશો.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થાય. નવીન કાર્યપદ્ધતિ, કાર્યક્ષમતાનો વિકાસ થાય. નાણાં આવકના સાધનો વધુ મજબૂત બનશે. મહિલાઓને નવી નોકરીનો પ્રારંભ કરવામાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના નબળા વિષયમાં માર્ગદર્શન મળવાથી ઉત્સાહમાં ઉમેરો થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં સહકાર્યકરો સાથે વિવાદ ટાળવો જરૂરી છે. જાહેર જીવનના કામકાજમાં સાવધાની દાખવવી જરૂરી છે. દુકાન વેપારના આવકના સાધનોમાં વૃદ્ધિ થાય. મહિલાઓને નોકરીના કામકાજમાં ઉપરી અધિકારી ઉપયોગી થાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં એકાગ્રતા જાળવવામાં સફળતા પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ સાપ્તાહિક દૈનિક વેપારના કામકાજ સફળ રહેશે. નોકરીમાં મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૯, ૧૦, ૧૧ના રોજ વકીલાત, ક્ધસલટેશનના કામકાજમાં સફળતા મેળવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના નવા અભ્યાસ, વાંચનના આયોજનો સફળ જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન સહજતાથી પ્રાપ્ત થશે. નોકરીમાં સંપ અને પ્રગતિનો અનુભવ થાય. તા. ૭, ૮, ૧૨, ૧૩ના કામકાજમાં આવકના સ્રોતો વધુ મજબૂત બની રહેશે. સ્થાવર મિલકતનો નિર્ણય લઈ શકશો. મહિલાઓ પરિવાર માટે કિંમતી ઘરવખરી મેળવી શકશો. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસના સાધનો પ્રાપ્ત થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ થતાં દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. તા. ૭, ૮ના કામકાજમાં વેચાણની પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. પ્રવાસ દ્વારા મહિલાઓના નોકરીના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે પ્રોત્સાહન અને મદદ પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના કામકાજ અનુકૂળ બની રહેશે. નોકરીમાં વાકચાતુર્યતા અને વ્યવહારુપણુ ઉપયોગી થશે. તા. ૯, ૧૦ના કામકાજ દ્વારા નાણાં પ્રાપ્તિના પ્રયત્નો સફળ જણાશે. મહિલાઓને કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ થાય તથા પડોશ મિત્રોમાં પણ સફળતાપૂર્વકના નિર્ણયો લઈ શકશો. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.