સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય
ગ્રહગોચર: સૂર્યનારાયણ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ કર્ક રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં પ્રારંભે માર્ગી રહે છે. તા. ૨૮મીએ વક્રી થાય છે. શુક્ર મિથુન રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃષભ રાશિમાં રહે છે. તા. ૨૫મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે. તા. ૨૮મીએ કર્ક રાશિમાં, તા. ૩૦મીએ સિંહ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર માટે ગોચરફળની મદદ જણાતી નથી. નોકરીમાં તા. ૨૬, ૨૭, ૩૦ શુભ ફળદાયી જણાશે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ સંપન્ન થાય. મહિલાઓના પડોશ મિત્રો સાથેના વિવાદો દૂર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તા. ૨૫, ૨૭, ૨૯ શુભ જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળતા મેળવશો. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૨૭, ૩૦ શુભ ફળદાયી જણાશે. વેપારની વાટાઘાટો ૨૫, ૨૭, ૩૦મીએ સફળ જણાશે. મહિલાઓને પરિવાર માટેની જરૂરી સાધન સામગ્રી ખરીદવા માટે અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તક અનુસરશો. તા. ૨૫, ૨૮, ૩૦ના કામકાજ નિયમિતપણે નોકરીમાં જળવાઈ રહેશે. કારોબારની નાણાંઆવકની મૂંઝવણ હળવી થશે. મહિલાઓને નોકરીની જવાબદારીમાં ઉપરી અઘિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કામકાજ સરળ બની રહેશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે જન્મકુંડળીનો આધાર લેવો જરૂરી છે. નિયમિતપણે સપ્તાહની નોકરીની જવાબદારીની પ્રવૃત્તિઓ સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા નવા કારોબારના વિસ્તરણના કામકાજ સફળ થશે. મહિલાઓને તા. ૨૭, ૨૮, ૩૦ના પરિવારના જવાબદારીના કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓની મદદ પ્રાપ્ત થાય.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ જણાશે. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૨૭, ૩૦ સફળ જણાશે. ભાગીદારનો સહયોગ કારોબારમાં પ્રાપ્ત થાય. મિત્રોમાં મહિલાઓનું વર્ચસ્વ વધે. ગેરસમજણ દૂર થાય. વિદ્યાર્થીઓને નબળા અભ્યાસમાં અનુકૂળતાઓ જણાય.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની શક્યતા છે. દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૨૪, ૨૫, ૨૭, ૨૮, ૩૦ના કામકાજ સ્વતંત્ર કારોબારમાં યશસ્વી પુરવાર થશે. મિત્રોમાં મહિલાઓનું માનપાન વધે. પડોશ સંબંધોમાં ગેરસમજણ દૂર થાય. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી જણાશે. નોકરીના તા. ૨૬, ૨૭, ૨૯ના કામકાજમાં યશ મેળવશો. પ્રવાસ નવા કારોબારના વિકાસના પ્રયત્નો સફળ રહેશે. મહિલાઓને નીજી કારોબાર માટે પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓમાં ગેરસમજણો દૂર થતી જણાય.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. ધાર્યા મુજબના નોકરીના કામકાજ તા. ૨૪, ૨૫, ૨૯, ૩૦મીએ સંપન્ન થાય. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થાય. અર્થવ્યવસ્થા વધુ સરાહનીય બનશે. મહિલાઓને પડોશ સંબંધમાં મતભેદોનો ઉકેલ જણાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૨૭, ૩૦ની પ્રવૃત્તિઓ સરળ નિર્માણ થાય. કાર્યક્ષેત્રે આત્મવિશ્ર્વાસ દઢ બને. નાણાંઆગમનના સ્તોત્રો સુગમ થતાં જણાય. મહિલાઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ પ્રોત્સાહક બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં જૂના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. તા. ૨૫, ૨૭ના કામકાજમાં નોકરીમાં યશ મેળવશો. જૂની ઉઘરાણીની આવક મેળવશો. નવા આવકના સાધનો પણ નિર્માણ થાય તથા કારોબારની વાટાઘાટો પણ સફળ બની રહેશે. મિત્રોમાં મહિલાઓને યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને તા. ૨૪, ૨૫, ૨૭, ૨૮ના સફળતા પ્રાપ્ત થાય.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના રોકાણ શક્ય જણાય છે. તા. ૨૫, ૨૬, ૨૭ નોકરી માટે શુભ ફળદાયી જણાય છે. નવા કારોબારનો પ્રારંભ ગોચરફળ દર્શાવે છે. અર્થવ્યવસ્થા સાનુકૂળ બની રહેશે. મહિલાઓના પરિવારજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં સફળતા જણાય.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજ શુભ ફળદાયી જણાશે. નોકરી માટે તા. ૨૪, ૨૫, ૨૮, ૨૯ શુભ જણાય છે. જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. આર્થિક વ્યહાર સરળતાથી સંપન્ન થાય. મહિલાઓના પડોશ મિત્ર સાથેના મતભેદોનો ઉકેલ આવેશ. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસમાં નિયમિતતા જણાય.
– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૪-૭-૨૦૨૨ થી તા. ૩૦-૭-૨૦૨૨

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.