Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૨-૩-૨૦૨૩ થી તા. ૧૮-૩-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૫મીએ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશે છે. મંગળ તા. ૧૩મીએ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશે છે. બુધ કુંભ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં મંદ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મીનમાંથી તા. ૧૨મીએ મેષમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તુલામાંથી તા. ૧૩મીએ વૃશ્ર્ચિકમાં, તા. ૧૫મીએ ધનુમા, તા. ૧૭મીએ મકરમાં આવી સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજમાં સમગ્ર સપ્તાહમાં કાળજી દાખવવી જરૂરી છે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. જાહેર, રાજકીય કામકાજની જવાબદારીમાં સતર્કતા જરૂરી છે. અકારણ નાણાંખર્ચ જણાય છે. છતાંય આવક જળવાશે. મહિલાઓના પડોશ સંબંધો વધુ સરાહનીય બનશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં યશ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકને અનુસરી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન અપેક્ષાનુસાર સાકાર થશે. કાર્યક્ષેત્રે સતત પરિશ્રમ છતાંય થાકોડો અનુભવશો. છતાંય કારોબારની નાણાં આવક જાળવવામાં સફળ થશો. મહિલાઓને નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અન્યની સલાહ અનુસરવા માટે સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીના અધિકારીનો અપેક્ષિત સહયોગ પ્રાપ્ત થશે. કારોબારના નિર્ણયો લેવા માટે પરિવારના વડીલોનો સહયોગ મેળવી શકશો. બૅન્ક લોન મેળવવાના પ્રયત્નોમાં સફળતા મેળવશો. મહિલાઓને પડોશ સંબંધ સાથેનો વિવાદ દૂર કરવામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન મેળવશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવચેતી દાખવવી જરૂરી છે. નોકરીના સ્થળની મૂંઝવણ દૂર થાય. આયાત-નિકાસના કામકાજમાં સફળતા મેળવશો. મિત્રો દ્વારા નિજી પ્રવૃત્તિઓમાં અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે સફળતા પ્રાપ્ત કરશો. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ ગોચર ફળ દેખાય છે. નોકરીમાં સહકાર્યકરોનો સહયોગ મેળવી શકશો. ભાગીદારીના મતભેદોમાં રાહત થશે. સપરિવાર પ્રવાસ સફળ જણાય છે. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. મિત્રોમાં મહિલાઓને યશ પ્રાપ્તિનો અનુભવ થાય. કુટુંબીજનોથી વિદ્યાર્થીઓને અભ્યાસની મૂંઝવણમાં રાહતનો અનુભવ થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો અનુભવશો. નોકરીમાં યશ પ્રતિભા મેળવશો. કારોબારના મિત્રો સાથેની વાટાઘાટ સફળ થશે. સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓને કારોબારમાં આત્મવિશ્ર્વાસ જળવાયાનો અનુભવ થાય. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસમાં નિયમિતતા જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના જૂનાં અધૂરા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. ભાગીદાર સાથેના મતભેદમાં રાહત જણાશે. કુટુંબના જૂનાં અધૂરા કાર્યો મહિલાઓ સપ્તાહમાં પૂર્ણ કરી શકશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અપેક્ષિત સાધન સામગ્રી પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં અનુકૂળતા અનુભળશો. નોકરીમાં સહકાર્યકરો સાથે વિવાદ ટાળવો જરૂરી જણાય છે. મિલકતની ખરીદી માટે સફળ નિર્ણયો લઈ શકશો. કારોબાર માટે જરૂરી સાધનો મેળવી શકશો. મહિલાઓને પરિવાર માટે કિંમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણના ધાર્યા મુજબના પરિણામો પ્રાપ્ત કરશો. નોકરીમાં નવા કામકાજની અપેક્ષિત તક મેળવશો. ભાઈ-બહેનો સાથેનો નાણાંવ્યવહાર સફળ થાય. નવા નાણાંઆવકના સાધનો પ્રાપ્ત કરશો. મિલકત, ઘરવખરીના સાધનો, વાહન, ઈત્યાદિ માટે મહિલાઓના નિર્ણયો સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોકાણમાંથી નાણાંલાભ મેળવી શકશો. નોકરીમાં અધિકારી સાથેના મતભેદો દૂર થશે. નાણાંના આવકના નવા સાધનો મેળવશો. ભાઈ-બહેનો સાથેના કારોબારના નિર્ણયો સફળ પુરવાર થશે. મહિલાઓને પડોશ સંબંધોમાંથી અપેક્ષિત સુખદ અનુભવ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનસામગ્રી પ્રાપ્ત થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીના સ્થળની બદલી, નોકરીમાં પરિવર્તનો શક્ય છે. ભાઈ-બહેનો સાથેના જૂનાં આર્થિક વ્યવહાર સંપન્ન થશે. વાહનની ખરીદીનો નિર્ણય સફળ પુરવાર થાય. કુટુંબમાં મહિલાઓનો માનપાન-મરતબો વધશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણના વેચાણમાંથી નાણાંલાભ મેળવી શકશો. નોકરીમાં નવીન તકો મેળવશો. તા. ૧૨, ૧૫, ૧૬ના વેપારના નિર્ણયો અનુકૂળ જણાશે. સામાજિક રાજકીય પ્રવૃત્તિમાં યશ મેળવશો. મહિલાઓને કુટુંબના સદ્સ્યોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતાનો અનુભવ થાય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular