Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૬-૨-૨૦૨૩ થી તા. ૪-૩-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. સમગતિએ મંગળ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શીઘ્ર ગતિએ બુધ મકર રાશિમાંથી તા. ૨૭મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૨૬મીએ ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશે છે. તા. ૨૮મીએ મિથુન રાશિમાં, તા. ૩જીએ કર્ક રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવા કાર્યપદ્ધતિ દ્વારા કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. અકારણ નાણાખર્ચ ટાળી શકશો. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સફળ બની રહેશે. તા. ૧, ૨, ૪ના કારોબારના નિર્ણયો મહિલાઓને અનુકૂળ થતાં જણાશે. વિદ્યાર્થિઓના નવા અભ્યાસના પ્રારંભમાં સફળતા જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અનુકૂળ બની રહેશે. નવી નોકરીનો પ્રારંભ થાય. જૂનાં ઉઘરાણીનાં નાણાં મેળવશો. વેચાણ વધે, પ્રવાસ સફળ થાય. અનારોગ્યમાં ઝડપી સુધારો થાય. મહિલાઓનો નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઈચ્છિત તકો પ્રાપ્ત થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. બૅંક લોન મેળવવાના પ્રયત્નો સફળ થાય. મિત્રો સાથેના નાણાવ્યવહાર સફળ થશે. કુટુંબ જીવનમાં યશસ્વીપણું અનુભવશો. મહિલાઓને સંબંધીઓ પ્રાસંગિક જવાબદારીમાં ઉપયોગી થતાં જણાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણના નિર્ણયો સફળ પુરવાર થાય. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. યાત્રા, પ્રવાસ આ સપ્તાહમાં સફળ રહેશે. નવો કારોબાર પ્રારંભાશે. મિલકતના નિર્ણયો સફળતાથી લઈ શકશો. મહિલાઓને અધ્યાત્મ, ધર્મની પ્રવૃત્તિમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની પ્રવૃત્તિઓ એકંદરે લાભદાયી પુરવાર થશે. નોકરીમાં ગેરસમજણો દૂર થાય. નવી ભાગીદારીની રચના શક્ય છે. મિત્રોમાં આ સપ્તાહમાં ધાર્યા મુજબના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લે-વેંચના કામકાજ સફળ બની રહેશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથેના મતભેદો દૂર થાય. નવી ભાગીદારીની રચના સફળતાથી થઈ શકશે. કુટુંબના સભ્યો સાથેનો નાણાવ્યવહાર સફળ થશે. મિલકતના નિર્ણયો અનુકૂળ બની રહેશે. મહિલાઓના નોકરીના કામકાજ એકંદરે શુભ પુરવાર થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસના અપેક્ષિત કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવાં નાણાં રોકાણના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થાય. નોકરીમાં અપેક્ષા મુજબના નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. મિલકતની લેવડદેવડની પ્રવૃત્તિઓ સફળ બની રહેશે. મુસાફરી દ્વારા કારોબારના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો નિયમિતપણે સફળ પુરવાર થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે યોગ્ય માર્ગદર્શન મેળવશો. નોકરીના અધિકારી દ્વારા મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશો. તા. ૨૭, ૨૮, ૪ના કારોબારના નિર્ણયો અનુકૂળ બની રહેશે. પ્રવાસમાં મહિલાઓના કારોબારના કામકાજ સરળતાથી સંપન્ન થાય. વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રવૃત્તિઓમાં અનુકૂળતા જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નિર્ણયો વિલંબાય તેમ છે. નોકરીમાં અપેક્ષિત માર્ગદર્શન મેળવી શકશો. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. વાહન-મિલકત પ્રાપ્તિનો નિર્ણય લઈ શકશો. મહિલાઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ પુરવાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થાય. નોકરીના મૂંઝવતા પ્રશ્ર્નોમાં માર્ગદર્શન મેળવશો. વાહનના તથા અન્ય સગવડતાનાં સાધનોના પ્રશ્ર્નોમાં અનુકૂળતાઓ જણાશે. કારોબારની આર્થિક પ્રગતિ થાય. મહિલાઓ કુટુંબમાં યશસ્વીપણું અનુભવશે. વિદ્યાર્થીઓને ચોક્કસ અભ્યાસ માટેના નિર્ણયોમાં સરળતા સ્વતંત્રપણે પ્રાપ્ત થતી જણાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવું નાણાંરોકાણ અનુકૂળ બની રહેશે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ સફળ રહેશે. મિત્રો દ્વારા કારોબારમાં સફળ તકો પ્રાપ્ત કરશો. કારોબાર માટે જરૂરી સાધન સગવડતા મેળવી શકશો. મહિલાઓના કુટુંબના સભ્યો સાથેના મતભેદો હળવા થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ચોક્કસ નિર્ણયો લેવા માટે અપેક્ષિત મદદ મેળવી શકશો. નોકરીનાં જૂનાં અધૂરા કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે મતભેદો ટાળી શકશો. મિલકતના નિર્ણયો અનુકૂળ બની રહેશે. પ્રવાસ દ્વારા મહિલાઓના નિજી કારોબારના કામકાજ સફળતાથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને ચોક્કસ અભ્યાસના પ્રારંભમાં અનુકૂળતા જણાશે.ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular