પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૯-૧-૨૦૨૩ થી તા. ૪-૨-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં મંદ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં મંદ ગતિએ ભ્રમણ કરે છે. શુક્ર કુંભ રાશિમાં શીધે ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર મેષ રાશિમાંથી તા. ૩૦મીએ વૃષભ, તા. ૧લીએ મિથુન, તા. ૪થીએ કર્ક રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં પ્રગતિનો અનુભવ થશે. નોકરીના કામકાજમાં પરિવર્તનો શક્ય છે. તા. ૩૦, ૩૧મી, ૧લી, ૩જી નાણાવ્યવસ્થા માટે અનુકૂળ બની રહેશે. સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં પ્રગતિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓ અધ્યયનમાં શ્રેષ્ઠ અનુભવ કરશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નવા કામકાજમાં અનુકૂળ તકો મેળવશો. નાણાઆવકની વૃદ્ધિ થશે. તા. ૩૦, ૧લી, ૩જી, ૪થી નોકરીમાં સફળ તકો દર્શાવે છે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધન, સામગ્રી, સરળતાથી પ્રાપ્ત થતી જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણની તકનો પૂર્ણ ઉપયોગ થઈ શકશે. નવા કારોબારનો પ્રારંભ થાય. તા. ૩૧, ૧, ૩, ૪ના રોજ નવા કારોબારમાં મિત્રોનો સહયોગ પ્રાપ્ત કરશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત કરશો. મહિલાઓને કુટુંબીજનો સાથેના મતભેદમાં રાહત જણાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાય.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણના વેચાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીના સહકાર્યકરોનો સહયોગ મેળવશો. કોર્ટ-કાનૂની, કાયદાના ક્ષેત્રે સફળ કામકાજ થશે. સહપરિવાર પ્રવાસ છે. મહિલાઓને કુટુંબના સભ્યોથી સફળતા અનુભવાય. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિમાં શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નોકરીના ક્ષેત્રે માન-મરતબો વધશે. પરિવારના સદસ્યો સાથેનો આર્થિક વ્યવહાર સફળ જણાશે. પ્રવાસમાં યશ મેળવશો. આવકની વૃદ્ધિ થાય. મહિલાઓને કુટુંબીજનોનો પરિવારના પ્રસંગોમાં સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસના નિર્ણયોમાં અનુકૂળતા જણાશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. ભાગીદારનો સહયોગ મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના કામકાજ સરળતાથી સંપન્ન થશે. મહિલાઓને પતિનો સહયોગ નિજી પ્રવૃત્તિમાં પ્રાપ્ત થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થાય. નોકરીના કામકાજમાં યશ મેળવશો. મિલકતના નિર્ણયો સફળ બની રહેશે. વેપારનો વિકાસ થાય. મહિલાઓને પરિવારજનોનો સહયોગ જવાબદારીઓમાં પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ એકંદરે સફળ બની રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીમાં જવાબદારી પરત્વે સાવધાની દાખવવી જરૂરી છે. સહોદરો સાથેના પરિવારના કામકાજ સફળતાથી પૂર્ણ થશે. નાણાઆવકની વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારીમાં મહિલાઓને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના શિક્ષણના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષિત નાણારોકાણની સફળ તકો મેળવી શકશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. મિલકતનો નિર્ણય લઈ શકશો. કુટુંબીજનોમાં યશસ્વી અનુભવ થાય. પ્રવાસમાં યશ મેળવશો. મહિલાઓના તીર્થપ્રવાસ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે યોગ્ય તક પ્રાપ્ત થશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના વેપારના કામકાજ સફળ રહેશે. નોકરીના કામકાજ અર્થે દૂરનો પ્રવાસ શક્ય છે. કુટુંબના સભ્યો સાથેના નાણાવ્યવહાર સફળતાથી સંપન્ન થશે. મિત્રોમાં યશ મેળવશો. મહિલાઓનો કુટુંબમાં માન-મરતબો વધશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન તકો, નવીન કામકાજ પદ્ધતિનો અનુભવ મેળવશો. નોકરીની પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો. પ્રવાસમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રની મૂંઝવણમાં સફળતા મેળવશો. અર્થવ્યવસ્થા વધુ અનુકૂળ બનશે. મહિલાઓને પરિવારનાં સ્વજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસમાં અનુકૂળતા જણાશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં ધાર્યા મુજબના અનુકૂળ નિર્ણયો સમયાનુસાર લઈ શકશો. નાણાંખર્ચ પરત્વે સાવધાની, કરકસર દાખવી શકશો. સહોદરોમાં મતભેદો દૂર થશે. મહિલાઓનો પરિવારજનો સાથેનો વિવાદ દૂર થશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ સરળતાથી પ્રાપ્ત થાય.