Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૨-૧-૨૦૨૩ થી તા. ૨૮-૧-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મંદ ગતિએ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ મધ્યમ ગતિએ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં મંદ ગતિએ ભ્રમણ કરે છે. શુક્ર મકરમાંથી તા. ૨૨મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મકર રાશિમાં રહે છે. તા. ૨૩મીએ કુંભમાં, તા. ૨૫મીએ મીનમાં, તા. ૨૭મીએ મેષમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીના વેપારમાં અનુકૂળતા રહેશે. નવી નોકરીનો પ્રારંભ થાય. કારોબાર માટે મુસાફરી સફળ થશે. મિત્રોમાં નાણાવ્યવહાર સફળતાથી સંપન્ન થશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મિત્રતા, પડોશ મિત્રો, પરિવારજનો, મહિલાઓને પ્રાસંગિક જવાબદારીઓમાં ઉપયોગી થતાં જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સફળ પુરવાર થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં સ્થાન બદલી થાય. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ સફળ જણાશે. વેપારની આવક વધશે. કુટુંબના સભ્યો સાથેનો નાણાવ્યવહાર સરળતાથી સંપન્ન થશે. તા. ૨૨, ૨૪, ૨૫મીએ મહિલાઓના કામકાજ સરળતાથી સંપન્ન થશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં જરૂરી માર્ગદર્શન સરળતાથી પ્રાપ્ત થતું જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નિર્ણયો લેવા માટે સ્વતંત્રપણે સફળ રહેશો. નોકરીના કામકાજ અર્થે મુસાફરી સફળ રહેશે. તા. ૨૪, ૨૬, ૨૭ કારોબારમાં વિશિષ્ટ પ્રગતિ દર્શાવે છે. સપ્તાહમાં નાણાંની આવકની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને સંતાનની જવાબદારી પૂર્ણ કરવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ એકંદરે સફળ થતાં જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર અને વાયદાના વેપાર માટે ગોચરફળ શુભ છે. નોકરીમાં ભાગ્યોદય, કર્મોદય, યશપ્રાપ્તિનો અનુભવ શક્ય છે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭ના કારોબારના નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકશો. આયાત-નિકાસના કામકાજમાં સફળતા છે. નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેના પ્રયત્નો સફળ રહેશે. નોકરીમાં ચોક્કસ નિર્ણયો લેવા માટે ઉપરી અધિકારીનો અપેક્ષિત સહયોગ મેળવી શકશો. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કુટુંબના સભ્યો સાથેના આર્થિક વ્યવહાર સંપન્ન થાય. જૂની ઉઘરાણીના નાણાં મેળવી શકશો. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ, વાંચનના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નાણારોકાણના નિર્ણયો માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં હસ્તગત કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. તા. ૨૨, ૨૩, ૨૫મીએ ભાગીદાર સાથેનો મતભેદ દૂર થઈ શકે છે. કારોબારના મિત્રો સાથેનો નાણાં વ્યવહાર સફળતાથી સંપન્ન થશે. મહિલાઓને કુટુંબીજનો, વડીલો, નીજી કારોબારમાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત રમતગમતક્ષેત્રે પણ સફળતા મેળવશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અનુકૂળ જણાશે. નોકરીના સહકાર્યકરોમાં મતભેદો દૂર થશે. વાહન-મિલકતના નિર્ણય લઈ શકશો. તા. ૨૫, ૨૭મીએ નવા કામકાજનો પ્રારંભ થાય. જૂની ઉઘરાણીની નાણાંની આવક મેળવશો. પ્રવાસ દ્વારા મહિલાઓને યોગ્ય ખરીદી પૂર્ણ કરવા માટે સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો અધ્યયનમાં સમયસર સહયોગ પ્રાપ્ત થાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના રોકાણના નિર્ણયો લઈ શકશો. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થાય. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭મીએ કારોબારની વાટાઘાટો ઉપયોગી થતી જણાશે. જરૂરી નાણાંની સહાય મેળવશો. વેપાર વધશે. મહિલાઓને નોકરીમાં યશપ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં સફળતા પ્રાપ્ત થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સહકાર્યકરો ઉપરી અધિકારીઓ સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૨૪, ૨૫મીએ સફળ પ્રવાસ જણાય છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. પરિવારના સદસ્યો સાથેનો સંપર્ક જાળવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનની જરૂરી સાધનસામગ્રી સરળતાથી પ્રાપ્ત થતી જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપાર, દૈનિક વેપાર અનુકૂળ રહેશે. નોકરીના અધિકારી સાથેના મતભેદો દૂર થશે. રાજકારણ, જાહેર જીવનના કામકાજમાં સફળતા મેળવશો. તા. ૨૪, ૨૫, ૨૭ના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે. કુટુંબ જીવનના મતભેદો ઉકેલાય. મહિલાઓને કિંમતી ચીજોની ખરીદીમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને સપ્તાહમાં નવા વિષયના અભ્યાસ માટે સફળ તક પ્રાપ્ત થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. રાજકારણની પ્રવૃત્તિમાં વાદવિવાદ ટાળી શકશો. મિત્રો સાથેના નાણાવ્યવહાર સફળ રહેશે. કુટુંબના મતભેદો દૂર થવાથી મહિલાઓને પ્રાસંગિક જવાબદારીઓમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓને મુસાફરી દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ સફળ થતી જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. નવા કામકાજનો પ્રારંભ થાય. કામકાજ માટે મહિલાઓને પતિનો સહયોગ મળી રહેશે. પ્રવાસ માટે જરૂરી સહયોગ સગવડતા આ સપ્તાહમાં મેળવી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસેત્તર પ્રવૃત્તિમાં અનુકૂળતા જણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular