સાપ્તાહિક દૈનંદિની:

ઉત્સવ

તા. ૩-૭-૨૦૨૨ થી તા. ૯-૭-૨૦૨૨

રવિવાર, આષાઢ સુદ-૪, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૩જી જુલાઈ, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૬-૩૦ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૬-૩૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૭-૦૬. સામાન્ય દિવસ.
સોમવાર, આષાઢ સુદ-૫, તા. ૪થી, નક્ષત્ર મઘા સવારે ક. ૦૮-૪૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. સ્કંદ પંચમી, દ્વારકાધીશ પાટોત્સવ કાકરોલી, વલ્લભાચાર્ય વૈકુંઠગમન, હેરાપંચમી. લગ્ન, વ્યતિપાત જન્મયોગ શાંતિપૂજા. (બપોરે ક. ૧૨-૨૧ સુધી શુભ)
મંગળવાર, આષાઢ સુદ-૬, તા. ૫મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૦-૨૯ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૬-૫૧ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કદર્મ ષષ્ઠી (બંગાળ). વ્યતિપાત જન્મયોગ શાંતિપૂજા. શુદ્ધ સમયમાં લગ્ન. (બપોરે ક. ૧૨-૧૫ પછી શુભ)
બુધવાર, આષાઢ સુદ-૭, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૧૧-૪૩ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. વિવસ્વત સપ્તમી, સૂર્ય પુનર્વસુમાં સવારે ક. ૧૧-૧૩, વાહન ઉંદર (સંયોગિયું નથી) ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૪૯. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
ગુરુવાર, આષાઢ સુદ-૮, તા. ૭મી, નક્ષત્ર હસ્ત સવારે ક. બપોરે ક. ૧૨-૧૯ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૧ સુધી (તા. ૮મી), પછી તુલા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી (ઓરિસ્સા), ખરસી પૂજા (ત્રિપુરા), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૭-૪૨. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
શુક્રવાર, આષાઢ સુદ-૯, તા. ૮મી, નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૨-૧૨ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી, ભડલી નોમ, મેલા શરીફ (ભગવતી) (કાશ્મીર), બુધનો પૂર્વમાં અસ્ત થાય છે. લગ્ન, સામાન્ય દિવસ.
શનિવાર, આષાઢ સુદ-૧૦, તા. ૯મી, નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૧૧-૨૪ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦ સુધી (તા. ૧૦મી) પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. સૌરાષ્ટ્રમાં મોળાકાત પ્રારંભ, મન્વાદિ, પુનર્યાત્રા, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૦ (તા. ૧૦મી), વિંછુડો પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦. લગ્ન,
શુભ દિવસ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.