સાપ્તાહિક દૈનંદિની:

ઉત્સવ

તા. ૧૦-૭-૨૦૨૨ થી તા. ૧૬-૭-૨૦૨૨

રવિવાર, આષાઢ સુદ-૧૧, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૧૦મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી અનુરાધા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. દેવશયની એકાદશી (દ્રાક્ષ), વિષ્ણુ શયનોત્સવ. ચાતુર્માસારંભ, પંઢરપુરયાત્રા, રવિનારાયણ એકાદશી (ઓરિસ્સા), બકરી ઈદ (મુસ્લિમ), વિંછુડો, ભદ્રા સમાપ્તિ ક. ૧૪-૧૩. સવારે ક. ૦૯-૫૪ પછી શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, આષાઢ સુદ-૧૨, તા. ૧૧મી, નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૭-૪૯ સુધી, પછી જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ૨૯-૧૫ (તા. ૧૨મી) સુધી પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૫ સુધી (તા. ૧૨મી), પછી ધનુ રાશિ પર જન્માક્ષર. સોમપ્રદોષ, વામનપૂજા, ગુજરાતમાં મોળાકાત અને જયાપાર્વતી વ્રતારંભ, વિંછુડો સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૬ (તા. ૧૨). સામાન્ય દિવસ.
મંગળવાર,આષાઢ સુદ-૧૩, તા. ૧૨મી, નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. ચૌદસનો ક્ષય છે. શિવશયન ચતુર્દશી (ઓરિસ્સા), મેલા જ્વાલામુખી) (કાશ્મીર) પારસી ૧૨મો સ્પેન્દામર્દ માસારંભ, શનિ વક્રી મકરમાં. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ ક. ૨૮-૦૦ (તા. ૧૩). શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, આષાઢ સુદ-૧૫, તા. ૧૩મી, નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૩-૧૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૨ સુધી પછી મકર રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, આષાઢી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, વ્યાસપૂજા, સૌરાષ્ટ્રમાં મોળાકાતનું જાગરણ, સંન્યાસીના ચાતુર્માસારંભ, વાલ્મીકિ નગરયાત્રા, મન્વાદિ, અન્વાધાન, કોકિલા વ્રતારંભ, શિવશયનોત્સવ (ઓરિસ્સા), મત્યર ડે (કાશ્મીર). ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૪, શુક્ર મિથુનમાં
સવારે ક. ૧૦-૪૯. (બપોરે ક. ૧૨-૪૩ સુધી
શુભ)
ગુરુવાર, આષાઢ વદ-૧, તા. ૧૪મી, નક્ષત્ર ઉત્તરાષાઢા રાત્રે ક. ૨૦-૧૭ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, સૌરાષ્ટ્રમાં મોળાકાતના પારણાં, હિંડોળા પ્રારંભ, અશૂન્યશયન વ્રત. સર્વદેવ પ્રતિષ્ઠા. (સવારે ક. ૦૮-૨૬ પછી શુભ)
શુક્રવાર, આષાઢ વદ-૨, તા. ૧૫મી, નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૭-૩૦ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૬ સુધી (તા. ૧૬મી), પછી કુંભ રાશિ પર જન્માક્ષર. ગુજરાતમાં જયાપાર્વતી વ્રત તથા મોળાકાતનું જાગરણ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ (તા. ૧૬મી), પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૬. (તા. ૧૬મી), સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
શનિવાર, આષાઢ વદ-૩, તા. ૧૬મી, નક્ષત્ર ઘનિષ્ઠા બપોરે ક. ૧૫-૦૯ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૫૩. ગુજરાતમાં જયાપાર્વતી વ્રત તથા મોળાકાતનાં પારણાં, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૩-૨૭. સૂર્ય કર્કમાં રાત્રે ક. ૨૨-૫૫, મું. ૧૫, મહર્ઘ, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત, માનસપૂજા પ્રારંભ (બંગાળ), બુધ કર્કમાં મધ્યરાત્રે ક. ૦૦-૦૯ (તા. ૧૭) શુભ કાર્ય વર્જ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.