Homeટોપ ન્યૂઝWeddinBells: 2023માં શહેનાઈના સૂર રેલાશે આ પરિવારમાં?

WeddinBells: 2023માં શહેનાઈના સૂર રેલાશે આ પરિવારમાં?

બધાઈ હો બધાઈ…લાંબા સમયથી ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે અને જો બધું બરાબર રહ્યું તો આજથી અગિયારમા દિવસે બોલીવૂડના શેટ્ટી પરિવારમાં શહેનાઈના સૂર રેલાશે. જી હા, બરાબર ગેસ કર્યું તમે અહીં અમે આથિયા શેટ્ટી અને કે. એલ. રાહુલના લગ્નની વાત કરી રહ્યા છીએ.
આ ક્યુટ કપલ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે એની રાહ બંનેના ફેન્સ જોઈ રહ્યા હતા અને હવે તેમનો આ ઈંતેજાર ખતમ થવા જઈ રહ્યો છે કારણ કે એવું સાંભળવા મળી રહ્યું છે નવા વર્ષે 23મી જાન્યુઆરીના શેટ્ટી પરિવારની આ લાડલી હંમેશ માટે કે. એલ. રાહુલની થઈ જશે. જોકે, બંનેના પરિવારમાંથી આ અંગે કોઈ પણ વાત કરવા તૈયાર નથી.
ખબરો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવાઈ રહ્યું છે લગ્નની બધી જ રસમ શેટ્ટી પરિવારના ખંડાલા ખાતેના બંગલા પર કરવામાં આવશે. નજીકના લોકોની હાજરીમાં કે. એલ. રાહુલ અને આથિયા સાત ફેરા ફરશે અને તેમના ગેસ્ટ લિસ્ટમાં બી-ટાઉન અને ક્રિકેટ જગતના દિગ્ગજો હાજર રહેશે. આ ગેસ્ટલિસ્ટમાં સલમાન ખાન, અક્ષયકુમાર, જેકી શ્રોફ, મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને વિરાટ કોહલી સહિતના અન્ય સેલેબ્સ અને ક્રિકેટર્સનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

2021માં ભાઈની ફિલ્મ તડપના પ્રિમિયરમાં આથિયા અને કે. એલ. રાહુલે સાથે એન્ટ્રી લીધી હતી અને એ જ વખતે ફેન્સને અંદાજો આવી ગયો હતો કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેના સંબંધને બંને પરિવારે પણ રાજી-ખુશીથી મંજૂરી આપી દીધી હતી. બંને જણ સોશિયલ મીડિયા પર અવારનવાર એકબીજાના ફોટો અને વીડિયો પણ પોસ્ટ કરતાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular