આજે ચોથી ફેબ્રુઆરી, દુનિયાભરમાં આ દિવસની ઉજવણી World Cancer Day તરીકે કરાય છે
વર્ષ 2000થી આની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી
યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કન્ટ્રોલ દ્વારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી
પરંતુ શું તમને ખબર છે કે આ જીવલેણ બીમારીનું નામ કેન્સર કેવી રીતે પડ્યું?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
કેન્સરનો ઉલ્લેખ પહેલી વખત ઈ.સ. પૂર્વે 400ની આસપાસ જોવા મળ્યો હતો
કેન્સર એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જે ક્રેબ પરથી લેવામાં આવ્યો છે, ક્રેબ એટલે કરચલો.
શરૂઆતમાં જ્યારે ડોક્ટરોએ શરીરના કોઈ અવયવ કે નસમાં આ જીવલેણ બીમારીને શોધી કાઢી ત્યારે જ તેમણે તેને ક્રેબ એટલે કે કરચલાં જેવું કહ્યું હતું
બસ ત્યારથી જ આ બીમારીનું નામ કેન્સર પડી ગયું
કેટલાક લોકો કેન્સર એટલે કેન્સલ પણ કહે છે