સોમવારથી મા શક્તિની આરાધાનું પર્વ નવરાત્રી શરૂ થશે અને સૌ કોઈ પોતાના ઘરમાં ગરબો પધરાવશે

બજારમાં સુંદર, રંગ-બે-રંગી ગરબાઓ મળે છે ત્યારે આ ગરબા માટીના જ શા માટે હોય છે, તે વિશે જાણીએ

હિન્દુશાસ્ત્રો અનુસાર આપણું શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પાંચ તત્વથી બન્યું છે

માટી પૃથ્વીનું તત્વ છે,તેથી સૃષ્ટિના મૂળ તત્વ માટીમાંથી ગરબો પવિત્ર માનવામાં આવે છે

માટી પ્રકૃતિનું સૌથી શુદ્ધ તત્વ છે, તેમાં ભેળસેળ નથી હોતી. આથી પૂજાવિધિ માટે માટીના વાસણો શ્રેષ્ઠ છે

માટી સુગંધ અને સકારાત્કતાનું પ્રતીક છે. તે નવ દિવસ તમારા ઘરમાં સતત શુભત્વનો સંચાર કરશે

વર્ષોથી ઘરોમા માટીના ગરબા પધરાવાય છે. તેમાં ઘઉં અથવા મગ ભરી નવ દિવસ દીવો થાય છે

છેલ્લા દિવસે તેને પધરાવવાનો હોય છે, માટી ફરી પ્રકૃતિમાં ભળી જતી હોવાનું પણ એક કારણ છે

આ વેબસ્ટોરી અમારા સંશોધનોના આધારે છે, તમે નિષ્ણાતો પાસેથી વિશેષ માહિતી મેળવી શકો છો.