જેઠાલાલ કે બબીતાજી કોણ છે વધુ શ્રીમંત?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ પાત્રો દર્શકો માટે પરિવારના સભ્યો જેવા જ છે. આ સિરિયલ 16-17 વર્ષ બાદ પણ લોકપ્રિય છે

સિરિયલનું સૌથી લોકપ્રિય પાત્ર છે જેઠાલાલ, જે નિભાવે છે આપણા ગુજરાતી કલાકાર દિલીપ જોશી

દિલીપ જોશીન ક્રશ એવા બબીતાજી ઉપરાંત ચંપક ચાચા, ભીડે માસ્તર, માધવી ભાભી આ તમામ કલાકારો લોકોને ખૂબ ગમે છે

આજે અમે તેમને તેમની સંપત્તિ વિશે જણાવી રહ્યા છીએ, જે અહેવાલોના આધારે છે, મુંબઈ સમાચાર તેની પુષ્ટિ નથી કરતું

સૌથી પહેલા વાત કરીએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની તો તેઓ એક એપિસૉડના 1.5 લાખ લે છે અને તેમની કુલ સંપત્તિ રૂ. 47 કરોડ છે 

 જેઠાલાલના પ્રિય એવા બબીતાજી એટલે કે મુનમુન દત્તા પાસે રૂ. 30 કરોડની સંપત્તિ છે અને તે એક એપિસૉડના 50,000 ચાર્જ કરે છે

જોકે અય્યરભાઈ પણ બબીતા જેટલું જ કમાય છે. તનુજ મહાશબ્દે પણ રૂ. 30 કરોડ જેટલી સંપત્તિ ધરાવે છે

ચંપક ચાચાનું પાત્ર ભજવતા યુવાન કલાકાર અમિત ભટ્ટ એક એપિસૉડના રૂ. 80,000 લે છે અને તેની સંપત્તિ 16 કરોડ છે

ભીડે માસ્તર અને માધવી ભાભીની સંપત્તિ લગભગ 10 કરોડ આસપાસ છે. ભીડે 80,000 જ્યારે માધવી 35,000 એપિસૉડદીઠ કમાય છે.

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...